ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતમાં 31 ઓગસ્ટ સુધી નહીં ઉડે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ - આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન

શુક્રવારે જાહેર કરાયેલા પરિપત્રમાં ઉડ્ડયન નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે, ભારત આવવા-જવાની આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર ફ્લાઈટ પરનું સસ્પેન્શન એક મહિના સુધી વધારવામાં આવ્યું છે.

એવિએશન
એવિએશન

By

Published : Jul 30, 2021, 4:57 PM IST

  • 31 ઓગસ્ટ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રહેશે સ્થગિત
  • કોરોનાની ત્રીજી સંભવીત લહેરને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
  • બે દેશો વચ્ચે એર બબલ કરાર હેઠળ થઈ શકે છે સંચાલન

નવી દિલ્હી: ભારતે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન પર સસ્પેન્શન 31 ઓગસ્ટ 2021 સુધી લંબાવ્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા એક પરિપત્રમાં ઉડ્ડયન નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે, ભારત અને આંતરરાષ્ટ્રીય કમર્શિયલ અને પેસેન્જર ફ્લાઈટ પર સસ્પેન્શન એક મહિના સુધી વધારવામાં આવ્યું છે. 26-06-2020 ના પરિપત્રના આંશિક ફેરફારમાં, સક્ષમ સત્તાધિકારીએ ઉપરોક્ત વિષય પર બહાર પાડવામાં આવેલા પરિપત્રની માન્યતાને ભારત અને ભારત તરફથી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ અંગે 31 ઓગસ્ટ 2021ના 23:59 વાગ્યા સુધી વધારી છે.

આ પણ વાંચો- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 મે સુધી વધારવામાં આવ્યો

સુનિશ્ચિત ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે

જો કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને ખાસ કરીને DGCA દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં તેવી પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. ઉપરાંત, અમુક પ્રકારના કેસમાં સરકાર ઈચ્છે તો પસંદ કરેલા રૂટ પર આંતરરાષ્ટ્રીય સુનિશ્ચિત ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. આ સસ્પેન્શન વધારવાનો નિર્ણય ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી સંભવીત લહેરને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો- કોવિડ-19 નિયંત્રણમાં આવ્યા પછી જ ઉડાન પરના પ્રતિબંધ હટાવાશે: સરકાર

"એર બબલ" ની વ્યવસ્થા હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત

કોવિડ -19 મહામારીને કારણે માર્ચ 2020થી દેશમાં સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. જો કે, મે 2020થી 'વંદે ભારત મિશન' અંતર્ગત અને જુલાઈ 2020થી પસંદગીના દેશો સાથે દ્વિપક્ષીય "એર બબલ" ની વ્યવસ્થા હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે. સરકારે US અને UAE સહિતના 27 થી વધુ દેશો સાથે એર બબલ પેક્ટ બનાવ્યા છે, જેમાં કેન્યા, ભૂટાન અને ફ્રાન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બે દેશો વચ્ચે એર બબલ કરાર હેઠળ, વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તેમના એરપોર્ટ્સ દ્વારા તેમના પ્રદેશો વચ્ચે સંચાલન કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details