- ઈન્કમ ટેક્સના પોર્ટલ પરથી લોકોને ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ભરવામાં થઈ રહી છે મુશ્કેલી
- ઈન્ફોસિસે 164 કરોડના ખર્ચે તૈયાર કરેલા પોર્ટલ પર લોકો નથી ભરી શકતા ITR
- લોકોએ પોર્ટલ પર આવતી સમસ્યાને સોશિયલ મીડિયા પર શેર કરી
હૈદરાબાદઃ સરકારે ટેક્સ ભરવામાં લોકોને સરળતા રહે તે માટે એક નવું પોર્ટલ લોન્ચ કર્યું હતું, પરંતુ આ પોર્ટલથી લોકોને સરળતાની જગ્યાએ મુશ્કેલી થઈ રહી છે. આખરે કરદાતાઓને કેવી કેવી મુશ્કેલી થઈ હી છે? આનું તમારા રિટર્ન ફાઈલ (Return file) પર શું અસર પડી શકે છે? સરકાર તેને લઈને શું કરી રહી છે? આવા દરેક પ્રશ્નોનો જવાબ જાણો.
આ પણ વાંચો-આજે ફરી એકવાર Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો, જાણો ક્યાં શું કિંમત છે?
આ પણ વાંચો-આજે બીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,900ને પાર
જાણો, આ પોર્ટલ અંગે
ઈન્કમ ટેક્સે 7 જૂન 2021એ www.incometax.gov.in નામનું એક પોર્ટલ શરૂ કર્યું હતું. આ પોર્ટલને પ્રખ્યાત આઈટી કંપની ઈન્ફોસિસે (IT company Infosys) બનાવ્યું છે. દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાથી ટેક્સ ભરવો ખૂબ જ સરળ અને સુવિધાજનક થશે. આનાથી સમયની બચત થશે. પોર્ટલના યુઝર ફ્રેન્ડલી અને રિફન્ડ પ્રોસેસમાં પણ તેજીનો હવાલો આપવામાં આવ્યો હતો, પરંતુ પહેલા દિવસથી જ ટેક્સ ભરનાલા લોકોને આ પોર્ટલે હેરાન કરી દીધું છે. ઈન્ફોસિસે ઝડપી આ સમસ્યાના સમાધાનની વાત કહી છે, પરંતુ લગભગ 3 મહિના પછી પણ ટેક્સદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર આનાથી જોડાયેલી સમસ્યાઓને શેર કરી હતી.
પોર્ટલમાં શું તકલીફ આવી રહી છે?
નવા ટેક્સ પોર્ટલમાં શરૂઆતમાં પોર્ટલ ન ખૂલવાને લઈને પોર્ટલને સ્લો ચાલવા સુધીની ફરિયાદ આવી હતી, જેનાથી ટેક્સદાતાઓને ઘણી મુશ્કેલી સહન કરવી પડી, પરંતુ ધીમે ધીમે અનેક બીજી મુશ્કેલીઓથી પણ લોકોને હેરાન થવું પડ્યું હતું.
- પ્રોફાઈલ અપડેટ કરવામાં મુશ્કેલી
- પાસવર્ડ બદલવાથી લઈને લોગ-ઈન કરવા સુધીમાં લાગી રહ્યો છે ઘણો સમય
- આધાર વેલિડેશન માટે ઓટીપી જનરેટ ન થવો
- TDS રિટર્ન રિજેક્ટ થઈ રહ્યું છે
- ટેક્સ રિટર્નના ઈ-વેરિફિકેશનમાં મુશ્કેલી
- ઓટીપી આવવામાં મોડું થવું
- વ્યાજની ગણતરીમાં ગડબડ
- પોર્ટલની ધીમી ગતિ
- વિવાદથી વિશ્વાસનું ટેબ કામ ન કરવું
- કેટલાક ફોર્મ ફાઈલ ન થવા
- ચલણ નંબરથી જોડાયેલા સમસ્યાઓ
ઈન્ફોસિસ આ પહેલા પણ સરકાર માટે પોર્ટલ બનાવી ચૂક્યું છે
ઈન્કમ ટેક્સના પોર્ટલથી પહેલા ઈન્ફોસિસે જીએસટી (GST)ની ભરપાઈ અને રિટર્ન ફાઈલિંગ માટે પોર્ટલ બનાવ્યું હતું. આ માટે કોર્પોરેટ મામલાના મંત્રાલયનું પોર્ટલ પણ ઈન્ફોસિસે તૈયાર કર્યું હતું. ઈન્ફોસિસના તૈયાર કરેલા આ પોર્ટલ્સના પણ ધીમે થવા સહિત અનેક મુશ્કેલીના કારણે કંપનીએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પોર્ટલ બનાવવામાં સરકાર અને ઈન્ફોસિસ વચ્ચે કરોડોની ડીલ થઈ હતી.
સરકાર અને કંપની વચ્ચે થઈ હતી કરોડો રૂપિયાની ડીલ
જીએસટી ભરપાઈ અને રિટર્ન ફાઈલિંગના પોર્ટલ માટે સરકાર અને ઈન્ફોસિસ વચ્ચે 1,380 કરોડ રૂપિયા અને કોર્પોરેટ મંત્રાલયના પોર્ટલ માટે 370 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ થયો હતો. જ્યારે ઈન્કમ ટેક્સ માટે નવા પોર્ટલ માટે સરકારે ઈન્ફોસિસને 164 કરોડ રૂપિયા આપ્યા હતા.