- કોરોનાની બીજી વેવ દરેક લાકો માટે મુશ્કેલ
- IndiGo દ્વારા ફ્લાઈ્ટસની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો
- LWP સિસ્ટમ લાગુ કરવામાં આવી
નવી દિલ્હી: એરલાઇન કેરિયર ઈન્ડિગોએ સોમવારે જણાવ્યું હતું કે કંપનીના વરિષ્ઠ કર્મચારીઓ સપ્ટેમ્બર સુધી દર મહિને ચાર દિવસ ફરજિયાત અવેતન રજા (LWP) પર જશે. કોવિડ -19 (Covid-19) રોગચાળાની બીજી વેવને કારણે મુસાફરોની સંખ્યામાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને કંપનીએ આ પગલું ભર્યું છે.
બીજી વેવ તમામ માટે મુશ્કેલ
ઈન્ડિગોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (ફ્લાઇટ ઓપરેશન) આશિમ મિત્રાએ એરલાઇન્સના પાઇલટ્સને ઈ-મેલમાં જણાવ્યું હતું કે, 'રોગચાળોની બીજી વેવ આપણા બધા માટે મુશ્કેલ છે. આને કારણે મુસાફરોની સંખ્યા નીચે આવી છે. આવી સ્થિતિમાં અમારે વેપારી ફ્લાઇટ્સમાં ઘટાડો કરવો પડશે.