નવી દિલ્હી: દેશમાં સેવા ક્ષેત્રની ગતિવિધિઓમાં વૃદ્ધિ થતા જાન્યુઆરીમાં 7 વર્ષના ઉચ્ચ સ્તર પર પહોચ્યું છે. એક માસિક સર્વેક્ષણ અનુસાર નવા ઓર્ડર મળ્યા, અનુકુળ બજાર પરિસ્થિતિઓ અને કારોબારની ધારણા સકારાત્મક રહેવાથી ગતિવિધિઓમાં તેજી જોવા મળી છે.
આઈએચએસ માર્કેટ ઈન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ (સર્વિસ પીએમઆઈ) જાન્યુઆરીમાં 55.5 પોઇન્ટ રહ્યો હતો. ડિસેમ્બરમાં આ 53.3 અંક હતો, હવે 2013 થી 2020ના ગાળામાં આ સર્વિસ પીએમઆઈનું ઉચ્ચતમ સ્તર છે.
આઈએચએસ માર્કેટ પ્રધાન અર્થશાસ્ત્રી પૉલિયાના ડિ લીમાએ કહ્યું કે, 2020ની શરુઆતમાં ભારતના સેવા ક્ષેત્રમાં જીવિત થઈ છે. 2019ના અંતમાં માર્કેટ વૃદ્ધિમાં વધારો જોવા મળ્યો છે." આ સમયગાળા દરમિયાન નવા ઓર્ડર મેળવવાની સ્થિતિ પણ સાત વર્ષના શ્રેષ્ઠ સ્તરે છે.
મોટાભાગના નવા ઓર્ડર સ્થાનિક બજારમાંથી મળ્યા છે. જ્યારે આ વર્ષની શરૂઆતથી સેવાઓની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. જેનું કારણ ચીન, યુરોપ અને અમેરિકાની નબળી માંગ છે. આ વચ્ચે એકિકૃત પીએમઆઈ ઉત્પાદન સૂચકઆંક જાન્યુઆરીમાં 7 વર્ષના ઉચ્ચ સ્તર 56.3 અંક પર રહ્યો છે. જે ડિસેમ્બરમાં 53.7 અંક પર હતો.