મુંબઈ: જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશના સોનાની માંગમાં ભાવમાં વધઘટ અને કોરોના વાઇરસને કારણે આર્થિક અનિશ્ચિતતાના કારણે 36 ટકાનો ઘટાડો થયો છે. દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ક્વાર્ટરના અંતે તે ઘટીને 101.9 ટન થયો છે.
આર્થિક અનિશ્ચિતતાને કારણે જાન્યુઆરી-માર્ચમાં ભારતમાં સોનાની માંગમાં 36 ટકાનો ઘટાડો - પ્રથમ ક્વાટરમાં સોનાની માંગમાં ઘટાડો
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના તાજેતરના રિપોર્ટ અનુસાર જ્વેલરી અને રોકાણ બંને પરિસ્થિતિમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે. જ્યાં સુધી જ્વેલરી ઉદ્યોગના કારીગરો કામ પર પાછા નહીં આવે અને વહેલી તકે સપ્લાય ચેઇન શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી, ભાવિશ્વ પડકારજનક રહેવાની સંભાવના છે.

સમીક્ષા સમયગાળા દરમિયાન દેશની સોનાની માંગ 37,580 કરોડ રુપિયા રહી. 2019 ના સમાન ત્રિમાસિક ગાળામાં 47,000 કરોડની સોનાની માંગ કરતા આ 20 ટકા ઓછી છે. કાઉન્સિલના ભારતીય કામગીરીના મેનેજિંગ ડિરેક્ટર સોમસુંદરામ પીઆરએ જણાવ્યું હતું કે સમીક્ષાના સમયગાળા દરમિયાન સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી.