ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતનો GDP આ વર્ષે 8.3 ટકાના દરે વધવાનું અનુમાનઃ વિશ્વ બેન્ક

વિશ્વ બેન્કે મંગળવારે ભારતની અર્થવ્યવસ્થામાં વર્ષ 2021-22 દરમિયાન 8.3 ટકા અને 2022-23માં 7.5 ટકાની વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે. વિશ્વ બેન્કે અનુમાન કોરોનાની બીજી લહેરથી રિકવરીમાં અડચણ આવ્યા પછી લગાવ્યું છે. વિશ્વ બેન્કે કહ્યું હતું કે, પાયા, ગ્રામીણ વિકાસ અને આરોગ્ય પર વધુ ખર્ચ અને સેવાઓમાં આશાથી વધારે સુધારાના કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 8.3 ટકાના દરથી વધવાનું અનુમાન છે.

ભારતનો GDP આ વર્ષે 8.3 ટકાના દરે વધવાનું અનુમાનઃ વિશ્વ બેન્ક
ભારતનો GDP આ વર્ષે 8.3 ટકાના દરે વધવાનું અનુમાનઃ વિશ્વ બેન્ક

By

Published : Jun 9, 2021, 1:50 PM IST

  • ભારતના જીડીપી માટે સારા સમાચાર સામે આવ્યા
  • ભારતનો GDP 8.3 ટકા વધવાનું અનુમાન
  • વિશ્વ બેન્કે ભારતના GDPની વૃદ્ધિનું કર્યું અનુમાન

નવી દિલ્હીઃ વોશિંગ્ટનમાં આધારિત વૈશ્વિક ધીરનારે પોતાના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટને જાહેર કરતા કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર નાણાકીય વર્ષ 2021-22ના બીજા ભાગમાં આશાથી વધારે ઝડપથી રિકવરી પર પ્રતિબંધ છે. વિશેષ રીતે આર્થિક ગતિવિધિમાં ધ્યાન આપવાની વાત એ છે કે, 8.3 ટકાનો વૃદ્ધિ દર 2020-21માં 7.3 ટકાના ઘટાડા સાથે આવવાની આશા છે. એટલે કે 2021-22ના અંતમાં દેશની જીડીપી 2019-20ની સરખામણીમાં મુશ્કેલીથી એક ટકા વધારે હશે. આનો અર્થ 2 વર્ષમાં એક ટકાની વૃદ્ધિ થઈ છે. આ પહેલા નાણાકીય વર્ષ 2019-20માં એટલે કે કોરોના સંકટ પહેલા દેશની જીડીપી ગ્રોથ રેટ માત્ર 4 ટકા હતો.

આ પણ વાંચોઃશ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જી લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 14 જૂનના રોજ ખૂલશે

દેશની ટોચની આંકડાકીય સંસ્થાએ 31એ જાહેર કરેલા આંકડામાં સમગ્ર માહિતી સામે આવી

દેેશની ટોચની આંકડાકીય સંસ્થા દ્વારા 31 મેએ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા નાણાકીય વર્ષમાં ભારતના GDPમાં 7.3 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, ગયા નાણાકીય વર્ષના અંતિમ 2 ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે એક કોણમાં બદલાઈ ગઈ છે. વિશ્વ બેન્કે કહ્યું હતું કે, 2020માં એગ્રેસિવ નીતિ તેનું એક પ્રમુખ કારણ હતું. તેમાં વ્યાજ દરોમાં કપાત, સરકારી ખર્ચમાં વૃદ્ધિ, દેવાનો વિસ્તાર અને નાણાકીય તેમ જ નાણાકીય નીતિઓના રૂપમાં ગેરન્ટી પણ શામેલ હતી.

આ પણ વાંચોઃપ્રોપર્ટી ટેક્સમાં રાહત મળતા આર્થિક ભારણ ઓછું થશે : દક્ષિણ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.

ભારતમાં કોરોનાના કેસ વધવાથી સ્થિતિ કઠિન રહી

ભારતમાં કોરોનાની બીજી લહેરના કારણે સેવા અને વિનિર્માણ ગતિવિધિઓ પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે. જ્યારે કાર્યસ્થળ અને કોરોના સંક્રમણના કેસમાં પણ થતો ઘટાડો તે દર્શાવે છે કે, ગતિવિધિઓમાં વૃદ્ધિ થઈ રહી છે. જોકે, વિશ્વ બેન્કે કહ્યું હતું કે, દક્ષિણ એશિયામાં કોરોનાના કેસ વધવાથી ભારતમાં વિશેષ રીતે સ્થિતિ કઠિન રહી છે.

ABOUT THE AUTHOR

...view details