- Adani Groupને મળી સફળતા
- કોલંબો પોર્ટના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ વિકસાવવા સોદો નક્કી કર્યો
- જોન કીલ્સ હોલ્ડિંગ્સ અને SLPA સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યાં
કોલંબો: ભારતના અદાણી ગ્રુપે (Adani Group) ગુરુવારે શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી (SLPA) સાથે વ્યૂહાત્મક કોલંબો પોર્ટના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ વિકસાવવા અને ચલાવવા માટે સોદો કર્યો હતો. શ્રીલંકામાં પ્રથમ ભારતીય પોર્ટ ઓપરેટર તરીકે અદાણી ગ્રુપની બંદરના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ (ડબ્લ્યુસીટી) માં 51 ટકા હિસ્સો ધરાવશે. અદાણી ગ્રુપે કોલંબો પોર્ટ પર WCT વિકસાવવા માટે તેના સ્થાનિક ભાગીદાર જોન કીલ્સ હોલ્ડિંગ્સ અને SLPA સાથે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
બે સ્થાનિક કંપનીઓનો હિસ્સો
બે સ્થાનિક સંસ્થાઓ વેસ્ટ કન્ટેનર ઇન્ટરનેશનલ ટર્મિનલ નામની નવી સંયુક્ત કંપનીનો 34 અને 15 ટકા હિસ્સો ધરાવશે. કોલંબો બંદર ભારતીય કન્ટેનર અને મુખ્ય લાઇન જહાજ સંચાલકોના પરિવહન માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતું પ્રાદેશિક હબ પૈકીનું એક છે, જેમાં કોલંબોના 45 ટકા ટ્રાન્શિપમેન્ટ વોલ્યુમ ભારતમાં (Adani Group) અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ટર્મિનલમાંથી ઉદ્ભવે છે અથવા નિયત છે.
ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ માટે પહેલાં થયું હતું આ કામ
APSEZ ભારતનું સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે અને દેશની કુલ પોર્ટ ક્ષમતાના 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રીલંકાએ ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ (ઇસીટી) પર ભારત અને જાપાન સાથે 2019માં હસ્તાક્ષર કરેલા અગાઉના સમજૂતીપત્રને પાછો ખેંચવાનો નિર્ણય કર્યા પછી WCT દરખાસ્ત આવી હતી. શ્રીલંકન રાજ્યની માલિકીની એસએલપીએએ (SLPA) અગાઉની સિરિસેના સરકાર દરમિયાન ઇસીટી વિકસાવવા માટે મે 2019માં ભારત અને જાપાન સાથે સહયોગના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
કોલંબો પોર્ટના ટ્રેડ યુનિયનો વિરોધ હતો