- મોબાઇલ એપ્લિકેશન્સ પર સરેરાશ 4.2 કલાકનો સમય પસાર કરી રહ્યાં છે લોકો
- ભારતમાં 4-4 કલાક એપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
- ટિકટોક, યુટ્યુબ અને ફેસબુકનો ઉપયોગ સૌથી વધુ
નવી દિલ્હી:કોરોના વાયરસની મહામારીના સમયમાં સંક્રમણના ફેલાવાને રોકવા માટે લોકો ઘરેથી કામ માટેના નવા નિયમની શરૂઆત સાથે મોબાઇલ એપ્લિકેશનો પર વધુમાં વધુ સમય વિતાવી રહ્યા છે. વિશ્વભરમાં લોકો મોબાઇલ એપ્લિકેશન્સ પર સરેરાશ 4.2 કલાકનો સમય પસાર કરી રહ્યાં છે. જે છેલ્લા બે વર્ષ કરતા 30 ટકા વધારે છે. આ સાથે જ મોબાઇલ એપ્લિકેશનો ઉપયોગ ભારતમાં સૌથી વધુ જોવા મળી રહ્યો હતો. જ્યાં, ગ્રાહકોએ 2019ના પહેલા છ માસની તુલનામાં 2021ના પ્રથમ છ માસમાં એપ્લિકેશન્સમાં 80 ટકા વધુ સમય વિતાવ્યો હતો.
આ પણ વાંચો:ગુગલે ભારતમાં પ્રતિબંધિત એપ્લિકેશન્સને અસ્થાયીરૂપથી કરી બ્લોક
ભારતમાં 4-4 કલાક એપ્સનો ઉપયોગ
આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં લોકોએ US, તુર્કી, મેક્સિકો અને ભારતમાં 4-4 કલાક એપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. વધુમાં, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં 5 કલાકથી વધુ છે. એપ્લિકેશન એનાલિટિક્સ કંપની એપ એનીએ ગુરુવારે એક અહેવાલમાં કહ્યું હતું કે, "જો આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે અર્થતંત્ર ધીમું થઈ રહ્યું છે." વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અમારા નવા ડેટામાં બહાર આવ્યું છે કે, લોકો હવે પહેલા કરતાં એપ્લિકેશન્સમાં વધુ સમય વિતાવી રહ્યા છે અને કેટલાક દેશોમાં આ સમયગાળો 5 કલાકથી પણ વધુ છે.
આ પણ વાંચો:47 ચીનીએપ્સ પર લગાવ્યો પ્રતિબંધ
ટિકટોક, યુટ્યુબ અને ફેસબુકનો વધુ ઉપયોગ
'જાન્યુઆરી અને માર્ચ દરમિયાન, લોકોએ પોતાનો મોટાભાગનો સમય એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી સૌથી વધુ ટિકટોક, યુટ્યુબ અને ફેસબુકને ડાઉનલોડ અને આ એપ્લિકેશનો વધુ ઉપયોગ કર્યો છે. ભારતમાં ટિકટોક માટે વૈકલ્પિક એપ્લિકેશન તરીકે ઉભરી રહેલા MX ટકાટક પણ જાન્યુઆરીથી માર્ચ દરમિયાનના ગાળામાં ઝડપથી એપ્લિકેશન ઉભરી આવી છે. ટિકટોક ડાઉનલોડ ચાર્ટમાં ટોચ પર છે. ત્યારબાદ, અનુક્રમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છે.