ગુજરાત

gujarat

ETV Bharat / business

નાણાંકીય વર્ષ 2020માં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર 7% થશે: CEA

નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાંકીય વર્ષમાં 7 ટકાના દરથી વધશે. આ વખતે નાદારીના કાયદાઓ, GST, નકલી કંપનીઓ પર કાર્યવાહીમાં સુધારો આવશે. આ વાત મુખ્ય સલાહકાર કૃષ્ણમર્તિ વી. સુબ્રમણ્યમે સોમવારે કહી હતી.

નાણા વર્ષ 2020માં ભારતીય અર્થવ્યવસ્થાનો વદ્ધિ દર 7 % હશે: CEA

By

Published : May 14, 2019, 3:06 PM IST

સુબ્રમણ્યમે વિશેષમાં જણાવ્યું કે, “આ ઉપાયોના અસરમાં ચાલુ આર્થિક મંદીનું સ્થાન ધીમે-ધીમે ઊંચું રોકાણ અને વપરાશકારો લઇ લેશે. અમે 7% વદ્ધિ દરના અનુમાન પર કાયમ છીએ. કરેલા સુધારાની અસર જોવા મળી રહી છે. ભારત ચીનથી આગળ નિકળીને સૌથી ઝડપી વદ્ધિ કરનાર અર્થવ્યવસ્થા બનવામાં સક્ષમ હશે. કરેલા સુધારાના કારણે અમારી પાસે હજુ પણ તીવ્ર વદ્ધિ દરની સંભાવના છે.

એશિયન ડેવલપમેન્ટ બેન્ક, ભારતીય રિઝર્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતની GDPને દર 2019-2020 માટે લગભગ 7.3% રજુ કર્યો છે.

ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર ડિસેમ્બરમાં 6.6 % હતો, જે પાંચ ક્વાર્ટરમાં સૌથી નીચો હતો. જેના કારણે સરકારના કેંન્દ્રીય આંકડા કાર્યાલયે છેલ્લા મહિને 2018-2019ના અનુમાને 7.2 %થી ધટીને 7 % કરી નાખ્યો.

CEAને જણાવ્યું કે આર્થિક વદ્ધિ પર રોકાણને ધણી અસર થશે. અર્થવ્યવસ્થાની પાસે વિકાસ કરવાની ક્ષમતા છે. અને વપરાશ 80%થી પણ નીચે છે, જેના કારણે રોકાણમાં ઘટાડો થયો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details