ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારત, અમેરિકાને ઝડપી વેપાર કરાર માટે વાતચીત કરવી જરુરી: પીયુષ ગોયલ - nationalnews

ભારત તેમના સૌથી મોટા વેપાર ભાગીદાર સાથે ઝડપી વેપાર કરારને અંતિમ રુપ આપવાની નજીક છે. જેનાથી મર્યાદિત સંખ્યામાં ચીજવસ્તુઓ માટે પસંદગીનો ઉપચાર પણ સામેલ થઈ શકે છે. ત્યારબાદ બંન્ને દેશોના વ્યાપક રુપથી મુક્ત કરવા માટે વ્યાપાર ભાગીદારી (FTA) Free trade agreement નક્કી કરવાની જરુર છે. વાણિજન્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે આ વાત કરી હતી.

Piyush Goyal
Piyush Goyal

By

Published : Jul 22, 2020, 1:30 PM IST

નવી દિલ્હી: વાણિજન્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે યૂએસ-ઈન્ડિયા કાઉન્સિલના ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં કહ્યું કે, લાંબા ગાળે મારું માનવું છે કે, અમારી પાસે એક ઝડપી વેપાર કરાર છે. જેમાં ગત્ત વર્ષના કેટલાક કેસો વર્ષોથી બાકી છે, જેને આપણે શક્ય તેટલી ઝડપથી બહાર નીકળવાની જરૂર છે.

"પિયુષ ગોયલે કહ્યું કે, બંને દેશોએ દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર માટે તેમના મતભેદોના સમાધાનને દૂર કરવા માટે વાતચીત કરવી જરુરી છે. અમે પહેલા જ અમેરિકી કોંગ્રેસને અમારા મંતવ્યો આપી દીધા છે.

ગોયલે યુએસઆઈબીસીની વર્ચ્યુઅલ સમિટમાં કહ્યું, "મને ખબર નથી કે (યુ.એસ.) ની ચૂંટણી પહેલા અથવા ચૂંટણી પછી થઈ શકે છે, પરંતુ અમે એફટીએના રુપમાં વધારે ટકાઉ, મજબુત અને ભાગેદારી તરફ કામ કરવાની જરુર છે.

પીયુષ ગોયલનું આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ વર્ષ ફ્રેબુઆરીમાં ભારત પ્રવાસના અંદાજે 5 મહિના બાદ આવ્યું છે. જે દરમિયાન બંન્ને દેશોના એક સીમિત વેપાર કરાર પર હુમલો કરવાની કોશિષ કરી પરંતુ આશાઓ અને વ્યસ્ત વાટાઘાટો પર હસ્તાક્ષર કરી શક્યા નહી.

સંયુક્ત રાજ્ય અમેરિકા ચીનના સ્થાને ગત્ત નાણાકીય વર્ષમાં ભારતમાં સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું છે પરંતુ હાલમાં 2 લોકતંત્ર વચ્ચે વેપાર સબંધોમાં કેટલાક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ વેપાર સંગઠન નિયમો હેઠળ વિકાસશીલ દેશ ટૈગનો લાભ લેવા માટે સાર્વજનિક રુપથી ભારત અને ચીન બંન્ને જવાબદાર ગણાવ્યા છે.

ભારત અમેરિકા પાસે શું ઈચ્છે છે.

  • ભારત સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને હટાવવાની માંગ કરી રહ્યા છે.
  • આ ઉપરાંત, ભારત પણ GSP લાભો ફરી શરૂ કરવા માગે છે કારણ કે, તેનાથી નિકાસી દેશને અંદાજે 6 બિલિયન ડોલરના નિકાસને અસર થઈ છે.
  • ભારત તેના કૃષિ ઉત્પાદનો, ઓટોમોબાઇલ્સ, ઓટોમોબાઈલ ઘટકો અને એન્જિનિયરિંગ ઉત્પાદનો માટે વધુ માર્કેટમાં પહોચાડવાની માંગ કરી રહ્યું છે.

(વરિષ્ઠ પત્રકાર કૃષ્ણાનંદ ત્રિપાઠીનો લેખ)

ABOUT THE AUTHOR

...view details