નવી દિલ્હી: વિકાસ દરમાં સતત ઘટાડાને રોકવા માટે ભારતે લોકડાઉનમાંથી બહાર નીકળવાની રણનીતિ ઘડવી પડશે. એસબીઆઈના એક રિસર્ચ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
પાછલા નાણાકીય વર્ષના ચોથા અને છેલ્લા ક્વાટરમાં( જાન્યુઆરીથી માર્ચ) વૃદ્ધિ દર 40 ક્વાર્ટર્સના નીચેના સ્તર 3.1 ટકાના સ્તર પર આવી ગયો છે. કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેણે આર્થિક પ્રવૃત્તિઓને ભારે અસર કરી છે. લોકડાઉનનો ચોથો તબક્કો રવિવાર 31 મે સુધી છે.
એસબીઆઈના આ રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, "હવે અમારું માનવું છે કે લોકડાઉનમાંથી બહાર નીકળવાની સમજદારી પૂર્વક રણનીતિ ઘડવી પડશે. દેશવ્યાપી લાંબા ગાળાના લોકડાઉનના પગલે વૃદ્ધિદરમાં પણ લાંબા ગાળાનો ઘટાડો થશે."