વડાપ્રધાને RCEPની લાંબા સમયથી ચાલી રહેલી વાતચીત અંતિમ તબક્કામાં પહોંવા સંદર્ભે કહ્યું, ભારતે યોગ્ય પ્રસ્તાવોને સ્પષ્ટ રીતે આગળ મૂક્યા છે. તેમજ મુક્ત વ્યાપાર માટે ઈમાનદારીથી વાતચીત કરે છે.
ભારતે RCEPમાં યોગ્ય પ્રસ્તાવ રજૂ કર્યાઃ PM મોદી
બેંગકોકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતને એ સ્પષ્ટ છે કે પરસ્પર રીતે લાભદાયી ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી(RCEP), જેનાથી તમામ પક્ષો જરૂરી લાભ પ્રાપ્ત કરે છે. તે દેશ અને વાતમાં જોડાયેલા અન્ય તમામ રાષ્ટ્રોના હિતમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 નવેમ્બરે ભારત-એશિયા સંમેલન અને ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સંમેલનમાં ભાગ લેવા માટે આ યાત્રા પર પહોંચ્યા છે. મોદીએ કહ્યું કે ભારતને તે સ્પષ્ટ છે કે પરસ્પર લાભદાયી RCEPનો તમામ દેશો લાભ લઈ રહ્યાં છે.
વડાપ્રધાને આ સંબોધન 10 એશિયાઈ દેશો (દક્ષિણ પૂર્વ એશિયાઈ સંઘ) અને છ અન્ય દેશ ભારત, ચીન, જાપાન, દક્ષિમ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વડાઓ સાથે વાતચીત દરમિયાન કરી. જેઓ શીખર સંમેલનના કરારને અંતિમ ઓપ આપવા માટે ઉંડી પરામર્શ કરી રહ્યાં છે.