- ભારતીય બજારોને લઈને FPIનું લાંબાગાળાનું પરિદ્રશ્ય સકારાત્મક છે
- FPIએ સપ્ટેમ્બરમાં ભારતીય બજારોમાં 21,875 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું
- ભારતીય શેર બજારમાં જોવા મળતી તેજી સહિત અન્ય મુદ્દાઓથી વિદેશી રોકાણકારો આકર્ષાઈ રહ્યા છે
નવી દિલ્હીઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPI) સપ્ટેમ્બરમાં ભારતીય બજારોમાં 21,875 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ભારતીય બજારોને લઈને FPIનું લાંબાગાળાનું પરિદ્રશ્ય સકારાત્મક છે. ડિપોઝિટરીના આંકડા અનુસાર, 1થી 23 સપ્ટેમ્બર દરમિયાન FPIએ શેર્સમાં 13,536 કરોડ રૂપિયા અને દેવું કે બ્રાન્ડ બજારમાં 8,339 કરોડ રૂપિયા નાખ્યા છે. આ રીતે તેમનું શુદ્ધ રોકાણ 21,875 કરોડ રૂપિયા થયું છે.
ઓગસ્ટમાં ભારતીય બજારોમાં FPIએ 16,459 કરોડ રૂપિયા રોક્યા
ઓગસ્ટમાં ભારતીય બજારોમાં FPIનું શુદ્ધ રોકાણ 16,459 કરોડ રૂપિયા રહ્યું હતું. મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના એસોસિએટ નિર્દેશક (સંશોધન) હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ભારતીય શેર બજારમાં તેજી, લાબાંગાળાના સકારાત્મક પરિદ્રશ્ય, આર્થિક રિકવરીની સંભાવના અને કંપનીઓની આવકમાં સુધારથી વિદેશ રોકાણકાર ભારતીય શેર્સમાં રોકાણ કરી રહ્યા છે.
વિદેશી રોકાણકારો માટે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું