ગુજરાત

gujarat

ETV Bharat / business

ટેક્સ ચોરી કરનારા સાવાધાન, નવો કાયદો અમલી બન્યો - GUJARATI NEWS

નવી દિલ્હી: ટેક્સની ચોરી કરનારા પર સરકાર હવે કડક વલણ અપનાવી શકે છે. આવકવેરા વિભાગે રિવાઈઝ્ડ ગાઈડલાઈન્સ અનુસાર બ્લેકમની અને બેનામ લૉ અંર્તગત કરાયેલા અપરાધ ગંભીર માનવામાં આવશે. અત્યાર સુધી તે ગંભીર અપરાધ ગણાતો ન હતો. એટલે કે જો કોઈ વ્યક્તિ કે કંપની કરચોરી કરે તો ફક્ત ટેક્સ પેમેન્ટ, પેનલ્ટી અને વ્યાજ ચુકવીને તે મામલો નિપટાવી દેવાતો હતો.

આવકવેરાનો નવો કાયદો અમલી, હવે ટેક્સ ચોરી કરનારાની ખેર નથી…

By

Published : Jun 17, 2019, 3:44 PM IST

આવકવેરાની નવી ગાઈડલાઈન્સ 17 જૂન, 2019 એટલે કે આજથી લાગુ થઈ છે. ટેક્સ ચોરી કરનારા તમામ મામલાને ગંભીર અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

રિવાઈઝ્ડ ગાઈડલાઈન્સમાં 13 જેટલા મામલાની લિસ્ટીંગ કરાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ(CBDT)એ સીનીયર અધિકારીઓને નિર્દેશ આપ્યો છે, કે નવા કાયદા મુજબ ટેક્સ ચોરી સાથે જોડાયેલા મામલાની પતાવટ થશે. આ 13 મામલા અત્યાર સુધી ગંભીર શ્રેણીમાં આવતા ન હતા. આવકવેરા કાયદાની કલમ 115-0 અથવા ચેપ્ટર XVII-B અનુસાર આપ ટેક્સ નહી ચુકવતાં તો તે અપરાધની ‘એ’ની કેટેગરીમાં આવે છે. સોર્સથી ટેક્સ કલેક્ટ કરીને જો કોઈ કંપની કે વ્યક્તિ ટેક્સ નહી ચુકવે તો તે આ કેટેગરીમાં આવી જશે, અને તે ટેક્સ ચોરીનો અપરાધ ગણાશે.

કેટેગરી-બીમાં કંપની કે વ્યક્તિ જો ટેક્સ ચોરી માટે વિલફુલ ડિફોલ્ટ કરે છે, તો તેઓ આ કેટેગરીમાં આવે છે. જે લોકો ખાતાનો ઉતારો, જરૂરી દસ્તાવેજ સાથે વેરિફિકેશન માટે નકલી ડોક્યુમેન્ટ રજૂ કરે તો તે અપરાધ આ કેટેગરીમાં આવશે.નવી ગાઈડલાઈન્સ અનુસાર આવકવેરાની કલમ 275 -એ અને 276 મુજબ અપરાધને બહુ જ ગંભીર શ્રેણી નાંખ્યો નથી. નવી ગાઈડલાઈન્સે 2014ની ગાઈડલાન્સની જગ્યા લીધી છે.

ABOUT THE AUTHOR

...view details