નાણાંકીય વર્ષ 2018-19માં I.B.C દ્વારા ફસાયેલા દેવાની રકમની વસુલી અન્ય માધ્યમોની સરખામણીએ થયેલી વસુલી કરતાં બે ગણી અંદાજે રૂપિયા 70,000 કરોડ રહી છે. આ દરમિયાન ડેટ રીકવરી ટ્રિબ્યુનલ સિક્યુરિટાઈઝેશન એન્ડ રીકંસ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ ઋણ અને લોક અદાલત જેવા અન્ય ઉપાયો દ્વારા ફસાયેલા નાણાંની વસુલી 35,000 કરોડ રૂપિયા રહી છે.
મોદીરાજના એક વર્ષમાં 70,000 કરોડની ફસાયેલી લોન વસુલાઈ - gujarat
નવી દિલ્હી: મોદી સરકારની શાસન દરમિયાન નાણાંકીય વર્ષ 2018-19માં 70,000 કરોડ રૂપિયાના ફસાયેલા નાણાં (બેડ લોન)ની વસુલી થઈ છે. આ વસુલી ઈન્સોલવેન્સી એન્ડ બેંકરપ્શી કોડ દ્વારા કરાઈ છે. આ રકમ અન્ય નિયમો અનુસાર ફસાયેલ દેવાની રકમની કુલ વસુલીની સરખામણીએ બે ગણી છે. I.B.C અનુસાર વસુલ નહીં થઈ શકે તેવી લોનના સમાધાનમાં સમય લાગે છે. તે એક મહત્વનો મુદ્દો છે. સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આ વાત સામે આવી છે.
ક્રિસિલના રિપોર્ટ અનુસાર, I.B.C દ્વારા 2018-19માં 94 મામલાઓમાં સમાધાનનો દર 43 ટકા રહ્યો છે. જ્યારે પહેલા સમાધાન યોજનામાં તે દર 26.5 ટકા હતો. ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ રિપોર્ટ મુજબ, અંદાજે 2.02 લાખ કરોડ રૂપિયાની લોન સાથે સંકળાયેલા મામલામાં I.B.C પ્રક્રિયામાં જતા પહેલા જ નિવેડો આવી ગયો હતો.
આ ફસાયેલા 4,452 મામલા સાથે જોડાયેલા હતા. રેટિંગ એજન્સી ક્રિસિલના કહેવા પ્રમાણે બેંકોમાં નવી N.P.Aમાં વૃદ્ધિ દર ધીમો પડી ગયો છે, ત્યારે અનુમાન છે કે, માર્ચ 2019 સુધીમાં N.P.A ઘટીને 10 ટકાની આસપાસ આવી ગયો છે. જે એક વર્ષ પહેલા 11.50 ટકા હતો.