- IMFનું ભારતની વૃદ્ઘિને લઈ અનુમાન
- ભારતના સંભવિત વૃદ્ધિ દરના અનુમાનનું સંશોધન
- કોરોના વાયરસના કારણે ભારતની વૃદ્ઘિની સંભાવનાને નીચે કરી
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) દ્વારા ભારતની સંભવિત વૃદ્ધિ દરના અનુમાન (IMF REVISING INDIA GROWTH)નું સંશોધન કરી 6 ટકા કરવું તે 'અત્યંત ઓછા અંદાજ'નું છે. 15માં નાણાં આયોગના ચેરમેન એન.કે સિંહે મંગળવારે આ વાત કરી હતી.
કોરોના વાયરસના કારણે ભારતની વૃદ્ઘિની સંભાવનાને નીચે કરી
આઇએમએફએ કોરોના વાયરસ (corona virus)ના કારણે ભારતની વૃદ્ઘિની સંભાવનાને નીચે કરી છે. સિંહે અધ્યયન અને ઔદ્યોગિક વિકાસ સંસ્થા (આઇએસઆઇડી) દ્વારા વિકાસ માટે ધિરાણ વિષય પર આયોજીત 'ઓનલાઇન' પરીચર્ચાને સંબોધિત કરતાં કહ્યું હતું કે હવે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે જે લોકો હમણાં ગરીબીથી બચેલા છે. તેઓ મહામારીના કારણે ફરી ગરીબીમાં ચાલ્યા ન જાય. તેમણે કહ્યું આઇએમએપએ છેલ્લા અઠવાડીયાના મધ્યમ સમય માટે વૃદ્ધિની સંભાવના 6.25 ટકાથી ઘટાડીને 6 ટકા કરી છે.
વૃદ્ઘિ સંભાવનાનું મુલ્યાંકન હંમેશાથી સમસ્યા
તેમણે વધુમાં કહ્યું કે વૃદ્ઘિ સંભાવનાનું મુલ્યાંકન હંમેશાથી સમસ્યા છે. આઇએમએફએ છેલ્લા અઠવાડિયે મહામારીના કારણે ભારતની વૃદ્ધિની સંભાવના 6.25 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. તેમણે કહ્યુ કે ચાલુ નાણાંકિય વર્ષમાં ભારતનો વૃદ્ધિ દર 9.5 ટકા તથા 2022-23 માં 8.5 ટકા રહેવાનું અનુમાન છે. જેનુ કારણ આધાર પ્રભાવ અને મજબૂત વૈશ્વિક વૃદ્ધિ છે.