ગુજરાત

gujarat

ETV Bharat / business

20 ક્ષેત્રોમાં ભારત વૈશ્વિક સપ્લાયર બની શકે છે: ગોયલ - ભારત વૈશ્વિક આપૂર્તિકર્તા

ઉદ્યોગ સંગઠન ફિક્કીના વેબિનારને સંબોધન કરતા પિયુષ ગોયલે કહ્યું કે, "અમે પહેલા 12 ક્ષેત્રોની ઓળખ કરી છે અને હવે આઠથી વધુ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે. તેથી હવે આપણી પાસે એવા 20 ક્ષેત્ર છે જ્યાં ભારત સ્થાનિક માગની સાથે સાથે વૈશ્વિક સપ્લાયર પણ બની શકે છે. ફિક્કી અને અન્ય સંગઠનો આ ક્ષેત્રો પર સરકાર સાથે મળીને કામ કરી રહી છે."

પિયુષ ગોયલ
પિયુષ ગોયલ

By

Published : Jul 23, 2020, 10:02 PM IST

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ગુરુવારે કહ્યું કે, સરકારે આવા 20 ક્ષેત્રોની ઓળખ કરી છે જેમાં ભારત વૈશ્વિક સપ્લાયર બની શકે છે. તે ઘરેલું માગણી પણ પૂરી કરી શકે છે અને વૈશ્વિક માગ પણ પૂરી કરી શકે છે. તેમણે કહ્યું કે આ બાબાતમાં ઉદ્યોગ બોર્ડ ફિક્કી અને અન્ય ભાગીદાર સંસ્થાઓ સરકાર સાથે મળીને કામ કરી રહી છે.

ઉદ્યોગ સંગઠન ફિક્કીના વેબિનારને સંબોધન કરતા ગોયલે કહ્યું કે, "અમે પહેલા 12 ક્ષેત્રોની ઓળખ કરી છે અને હવે આઠથી વધુ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે. તેથી હવે આપણી પાસે એવા 20 ક્ષેત્ર છે જ્યાં ભારત સ્થાનિક માગની સાથે સાથે વૈશ્વિક આપૂર્તિકર્તા પણ બની શકે છે. ફિક્કી અને અન્ય સંગઠનો આ ક્ષેત્રો પર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. "

તેમણે કહ્યું કે આ ક્ષેત્રો ફૂડ પ્રોસેસિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, એગ્રો-કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક મશીનરી, ફર્નિચર, ચામડા ઉદ્યોગ, ઓટો પાર્ટ્સ અને ટેક્સટાઇલ છે. તેમણે કહ્યું કે કુશળ કારીગર હોવા છતાં પણ ભારત ફર્નિચરની આયાત કરે છે.

ગોયલે કહ્યું, "શું આપણે ભારતને વિશ્વની ફર્નિચર ફેક્ટરી બનાવી શકીએ નહીં? શું આપણે આવી પ્રતિસ્પર્ધી કિંમતો પર ઉત્પાદન કરી શકીએ નહીં કે દુનિયા ભારત પાસેથી આવી વસ્તુઓ ખરીદે." ઉદ્યોગ પ્રધાને કહ્યું કે, આ ક્ષેત્રમાં ઉદ્યોગ અને નવા ઉદ્યોગસાહસિકો માટે વિશાળ તકો છે. શું ભારતે ખરેખર તે તક પ્રાપ્ત કરી છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે ખોલી હતી. શું આપણે આખા વિશ્વમાં એક લાખ યોગ કેન્દ્રો બનાવ્યા છે? કોઇપણ ઉદ્યોગસાહસિક અથવા સ્ટાર્ટઅપે એક લાખ કે પાંચ લાખ યોગ પ્રશિક્ષકો બનાવવાનો વિચાર કર્યો જેથી વિશ્વભરમાં તેઓ નોકરી કરી શકે.

ગોયલે કહ્યું કે તેમને ખબર નથી કે એક રાષ્ટ્ર અને ભારતીય તરીકે અમે આ તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયા છે, જોકે વડા પ્રધાને તેમની દ્રષ્ટિથી તકના દ્વાર ખોલ્યા હતી અને અમે તે તકનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા છીએ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details