મુંબઈઃ એક નવા અંદાજમાં ઘરેલું રેટિંગ એજન્સી ઈક્રાએ સોમવારે કહ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 20 ટકાનો ઘટાડો થઈ શકે છે. કોરોના વાઈરસ રોગચાળાને રોકવા માટે દેશભરમાં લાગુ લોકડાઉનમાં રાહત આપવાની સરકારની ઘોષણા બાદ એજન્સીએ આગાહી કરી છે.
આખા નાણાકીય વર્ષ 2020-21 અંગે લોકડાઉનમાં રાહત હોવા છતાં એજન્સીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કુલ સ્થાનિક ઉત્પાદ (જીડીપી)માં બે ટકા સુધીનો ઘટાડો કરી શકે છે.
એજન્સીએ અગાઉ તેના અંદાજમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી એક ટકાના વધારાથી એક ટકાના ઘટાડાની રેન્જમાં હોઈ શકે છે.
ઈક્રોએ કહ્યું કે, સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટથી આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી મળી છે, પરંતુ મોટા શહેરી કેન્દ્રોમાં મોટા ધોરણે ઉદ્યોગ શરૂ કરી શકાશે નહી.
આ સાથે જ વધુમાં તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે ઉત્પાદન, બાંધકામ, વેપાર, હોટલ અને પરિવહન જેવા ક્ષેત્રોમાં મજૂરની ઉપલબ્ધતાને લગતી સમસ્યાઓ આવી શકે છે. આનાથી આર્થિક વિકાસ દર ઘટશે.