ગુજરાત

gujarat

ETV Bharat / business

હ્યુન્ડાઈ 'વેન્યુ'ની બુકિંગ 60 દિવસમાં 50 હજારને પાર - new Venue car

નવી દિલ્હી: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરતા કહ્યું કે, નવી કાર 'વેન્યુ'નું પહેલા 60 દિવસમાં 50 હજાર સુધી બુકિંગ થઈ ગયું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના રાષ્ટ્રીય વેચાણ પ્રમુખ વિકાસ જૈને મંગળવારે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આ 50 હજાર બુકિંગમાંથી 35 ટકા એવા ગ્રાહકો છે, જે કંપનીની ડીસીટી (ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન) ટેકનોલોજીને પસંદ કરે છે.

હ્યુન્ડાઇ 'વેન્યુ'ની બુકિંગ 50 દિવસમાં 50 હજારને પાર

By

Published : Jul 30, 2019, 7:58 PM IST

Updated : Jul 30, 2019, 8:12 PM IST

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ મે મહિનામાં પ્રી લૉન્ચના દિવસે જ આ કારના 2,000 બુકિંગ મેળવ્યા હતા. કંપનીએ 2 મેના રોજ આ મૉડેલ માટે પ્રી-launch બુકિંગ ખોલ્યું હતું. કંપનીનો દાવો છે કે ટૂંક સમયમાં જ 50,000 બુકિંગ થનારી આ કાર બની ગઈ છે. કંપની દ્વારા દેશના માર્કેટમાં 21 મેના રોજ હ્યુન્ડાઇ કારને લોન્ચ કરાઈ હતી.

Last Updated : Jul 30, 2019, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details