બોસ્ટન: અમેરિકા સરકારે ચીનની ટેકનોલોજીની વિશાળ કંપની કંપની Huawei પર નવા પ્રતિબંધો લગાવ્યાં છે. આ અંતર્ગત Huaweiની અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ક્ષમતા પર અંકુશ લગાવવામાં આવ્યો છે.
અમેરિકાએ ચીનની ટેકનોલોજી કંપની Huawei પર નવા પ્રતિબંધો લગાવ્યા - huawei પર અમેરિકામાં પ્રતિબંધ
ચીન કહે છે કે, યુએસ સુરક્ષા ચેતવણીનો દુરુપયોગ કરીને અમેરિકન ટેક્નોલોજી કંપનીઓને પડકાર આપતી કંપની Huaweiને નુકસાન પહોંચાડવા માંગે છે.
huawei
આ ઉદ્યોગ વિકાસ અને સુરક્ષાના મુદ્દે યુએસ-ચીન વિવાદમાં વધારો થઇ શકે છે. યુ.એસ.ના વાણિજ્ય પ્રધાન વિલ્બર રોસે શુક્રવારે કહ્યું કે, Huawei પર વિદેશોમાં અર્ધવર્તીકો ડિઝાઇન અને ઉત્પાદક માટે અમેરિકન ટેકનોલોજીના ઉપયોગને લઇને પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો.
Huawei યુએસ-ચીન વિવાદનો મોટો મુદ્દો છે. યુએસ અધિકારીઓ કહેતા રહ્યાં છે કે, Huawei સુરક્ષા માટે ખતરો છે. જોકે, કંપનીએ આ આરોપોને નકારી કાઢ્યા છે.