ગુજરાત

gujarat

ETV Bharat / business

Improve Credit Score: જો તમારે ક્રેડિટ સ્કોર સુધારવો છે?, તો આટલું કરો... - ક્રેડિટ સ્કોર ચેક

અત્યારના દિવસોમાં વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ખૂબ જ મહત્વપૂર્ણ (How to Improve Credit Score) બની ગયો છે. કાં તો નવી લોન લેવી અથવા વ્યાજ દરો પર રિબેટ લેવી. જો ક્રેડિટ સ્કોર 750થી ઉપર (Importance of Credit Score) હોય તો જ તે શક્ય છે. ઘણા લોકો નાની ભૂલોથી તેમનો ક્રેડિટ સ્કોર ખરાબ કરી નાખે છે. આવી ભૂલો કેવી રીતે ટાળવી તે તપાસો.

How to Improve Credit Score: ક્રેડિટ સ્કોર સુધારવા આટલું કરો
How to Improve Credit Score: ક્રેડિટ સ્કોર સુધારવા આટલું કરો

By

Published : Feb 8, 2022, 11:58 AM IST

Updated : Feb 8, 2022, 12:17 PM IST

હૈદરાબાદઃ એ તો બધા જાણે છે કે, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ અન્ય બાબતો કરતા ક્રેડિટ સ્કોરને (How to Improve Credit Score) વધુ મહત્વ આપે છે. 750 સ્કોર ધરાવતી વ્યક્તિ પાસે તેના સપના પૂરા કરવાની સારી તક છે. યોગ્ય આયોજન સાથે તે હાંસલ કરી શકાય છે. જો તેઓ લોન મંજૂર કરે તો પણ બેન્કો વધુ વ્યાજદર વસૂલ કરી શકે છે, જે ટાળી શકાય નહીં. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઓછા ક્રેડિટ સ્કોર (Importance of Credit Score) સાથે લોન મેળવવી એક પડકાર બની જાય છે.

સમાધાન એ ખોટ સહજ છે...

લોનની ચૂકવણી ન કરવાથી વ્યક્તિના ક્રેડિટ સ્કોર રેટિંગમાં (Importance of Credit Score) ઘટાડો થઈ શકે છે. જો લોન લેનાર ત્રણ મહિના સુધી સતત EMI ભરતો નથી. તો બેન્કો લોનને NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ) જાહેર કરી શકે છે. જો રેમિટન્સ એકસાથે બંધ થઈ જાય તો બેન્કો તેને ડિફોલ્ટ તરીકે ગણાવશે અને લોનની કુલ રકમ વસૂલવાની યોજનાઓ બનાવવાનું શરૂ કરશે. આને 'સેટલમેન્ટ' વિકલ્પ કહેવામાં આવે છે.

આ પણ વાંચો-અંબુજા સિમેન્ટની #INDIASALUTESSAIDPUR શોર્ટ ફિલ્મ ડિજિટલ મિડિયામાં બની ચર્ચાસ્પદ

જો સંમત રકમ ચૂકવવામાં આવે છે તો બેન્કો લોન રાઈટ ઓફ કરશે. બેન્કો તેની જાણ ક્રેડિટ બોર્ડને પણ કરશે. ત્યારબાદ બેન્કો કોઈ વ્યક્તિના ક્રેડિટ રિપોર્ટ પર લોન માટે 'સેટલમેન્ટ' જોયા પછી લોન આપતા પહેલા 2 વાર વિચારશે. આથી તે લાંબા ગાળે વ્યક્તિને અસર કરશે. જો કોઈએ પહેલેથી જ સેટલમેન્ટ વિકલ્પ પસંદ કર્યો હોય તો લોનની સંપૂર્ણ રકમ ક્લિઅર કરવી વધુ સારું છે પછી કલમને 'સેલમેન્ટ'માંથી 'ક્લોઝ' કરવામાં આવશે અને તે ક્રેડિટ સ્કોરમાં (Importance of Credit Score) વધારો તરફ દોરી જશે.

આ પણ વાંચો-Stock Market India: શેર બજારમાં ફરી આવી તેજી, સેન્સેક્સ 156 પોઈન્ટ ઉછળી 58,000ની નજીક પહોંચ્યો

મોડી ચૂકવણી

જો EMI ભરવામાં વાર થાય તો તે ક્રેડિટ સ્કોરને (Importance of Credit Score) 100 પોઈન્ટથી વધુ અસર કરશે. ક્રેડિટ સ્કોર (Importance of Credit Score) અકબંધ રાખવા માટે સમય પહેલાં EMIs મોકલવી વધુ સારું છે. જો કોઈ નાણાકીય તંગી હોય તો વ્યક્તિએ નિર્ધારિત સમયની અંદર ક્રેડિટ કાર્ડની (Importance of Credit Score) ન્યૂનતમ રકમ ક્લિયર કરવી પડશે. ત્યારબાદ બાકીની લોનની રકમ સાફ કરવી વધુ સારું છે. જો બિલ વધારે હોય તો બેન્કો માને છે કે, વ્યક્તિએ તેની સંપૂર્ણ ક્રેડિટ લિમિટનો ઉપયોગ કર્યો છે. તેઓ ચૂકવણીમાં વિલંબની નોંધ લેશે, પરંતુ તેઓ તેની પાછળના કારણોનો ઉલ્લેખ કરવાનું ટાળશે. બેન્કો કોઈ વ્યક્તિની નોકરી ગુમાવવા અથવા બીમારીને કારણે અચાનક થયેલા ખર્ચ વિશે ચિંતિત નથી.

મહિનામાં ઓછામાં ઓછું એક વાર...

જે વ્યક્તિઓએ લોન લીધી છે. તેમણે મહિનામાં ઓછામાં ઓછા એક વખત તેમનો ક્રેડિટ સ્કોર ચેક (Credit score check) કરતા રહેવું પડશે. ઘણી વેબસાઇટ્સ આ સેવા મફતમાં ઓફર કરી રહી છે. જોકે, વિશ્વસનીય વેબસાઈટ પસંદ કરવી એ મુખ્ય છે. જો કોઈ વિસંગતતા જોવા મળે તો તેના વિશે બેન્કોને જાણ કરવી સારી રહેશે. લોન માટે અરજી કરતા પહેલા વ્યક્તિગત રીતે ક્રેડિટ સ્કોર (Credit score check) તપાસો. જો નવી લોન મળવાની શક્યતા ઓછી હોય તો લોન સામે સોનું અથવા ફિક્સ્ડ ડિપોઝિટ ગિરવે રાખવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડના વપરાશમાં ઘટાડો કરવો સારું છે. કારણ કે, નાણાકીય શિસ્ત સર્વોપરી છે. બેન્કબઝાર.કોમના CEO અધિલ શેટ્ટી કહે છે કે, ત્યારબાદ જ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર (Importance of Credit Score)750 અને તેથી વધુનો હોઈ શકે છે.

Last Updated : Feb 8, 2022, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details