હૈદરાબાદ: હોમ લોન હવે બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તી લોનછે. આપણે કોઈ પણ બેન્ક અને નાણાકીય સંસ્થા પાસેથી સરળતાથી હોમ લોન મેળવીએ છીએ, પરંતુ લોન લેતા પહેલા એ જાણવું પણ જરૂરી છે કે, જો સમયસર હપ્તા ભરવામાં ન (Timely payment of home loan installments) આવે તો કેવા પ્રકારની સમસ્યાઓનો (Home Loan EMIs) સામનો કરવો પડી શકે છે.
ત્રણ મહિના સુધી લોનના હપ્તા ન આવે તો લોન લેનારને મળે છે નોટિસ
સળંગ ત્રણ મહિના સુધી હોમ લોનના હપ્તાઓની ચૂકવણી ન (Timely payment of home loan installments) કરવા બદલ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બાકી રકમને કામચલાઉ ડિફોલ્ટ તરીકે ગણે છે. તેઓ લોન લેનારને નોટિસ મોકલે છે. જો તે હજી પણ જવાબ ન આપે તો બેન્ક લોનની વસૂલાત માટે (Home Loan Bank Recovery) જરૂરી પગલાં લે છે. ત્રણ મહિનાના સમયગાળા પછી બેન્ક અથવા નાણાકીય સંસ્થા તેને વિલફૂલ ડિફોલ્ટ માને છે. તે પછી તે હોમ લોન ડિફોલ્ટર્સને ઘરની હરાજી નોટિસ જાહેર કરે છે.
લોન મોટી ડિફોલ્ટ બને ત્યારે લોનને NPA જાહેર કરાય છે
હપ્તામાં મોડું થવા માટે બેન્કો હપ્તાની રકમના (Timely payment of home loan installments) 1થી 2 ટકા સુધીનો દંડ વસૂલે છે. જ્યારે લોન મોટી ડિફોલ્ટ બને છે ત્યારે તે લોનને NPA તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ પહેલા બેન્કો લોન લેનારને અનેક નોટિસ આપે છે. કેટલીક કંપનીઓ લોન રિકવરી માટે થર્ડ પાર્ટીની સેવા લે છે. જ્યારે લોન NPA બની જાય છે. ત્યારે લોન લેનાર અને બેન્ક વચ્ચે વિવાદ થવાનો અવકાશ રહે છે. ત્યારબાદ બેન્ક તેની પાસેથી લીધેલી અન્ય લોનને પણ NPA એકાઉન્ટ સાથે લિન્ક કરે છે. આ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે.
આ પણ વાંચો-Stock Market India: પહેલા દિવસે શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 95 પોઈન્ટ ગગડ્યો
ક્રેડિટ સ્કોર ઓછો હોય તો વ્યાજ દર વધવાની શક્યતા
જો હપ્તાઓ યોગ્ય રીતે ચૂકવવામાં ન (Timely payment of home loan installments) આવે તો તેની ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પડે છે. જો તમે વારંવાર EMI ચૂકવતા નથી તો તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે. બેન્કોએ હવે તેમના વ્યાજ દરોને રેપો સાથે જોડી દીધા છે. આ કારણોસર વ્યાજ ઉધાર લેનારના ક્રેડિટ સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે તો વ્યાજ દરો વધવાની શક્યતા છે. જો બેન્ક સાબિત કરી શકે છે કે, હપ્તાઓની ચૂકવણી ન (Home Loan Bank Recovery) કરવાની ડિફોલ્ટ ઈરાદાપૂર્વક કરવામાં આવી છે. તો તે ઉધાર લેનારની ક્રેડિટપાત્રતાને પણ અસર કરે છે.