ગુજરાત

gujarat

ETV Bharat / business

HDFCએ રિલાયન્સ કેપિટલમાં 6.43 ટકા હિસ્સો ખરીદ્યો

HDFC લિમિટેડે માહિતી આપતા જણાવ્યું છે કે કંપનીએ આ શેર ગિરવી રાખીને તેમાંથી સામાન્ય વ્યવસાયિક રીતે લોન લીધી હતી.

HDFC
HDFC

By

Published : Apr 25, 2020, 6:42 PM IST

નવી દિલ્હી: હોમ લોન કારોબારી એચડીએફસીએ શનિવારે જણાવ્યું હતું કે દેવામાં ડુબેલી રિલાયન્સ કેપિટલના પોતાની પાસે રાખેલા શેર્સનેશરત મુજબ દેવામાં 6.43 ટકા હિસ્સો ખરીદ્યો છે.

HDFC લિમિટેડે માહિતી આપતા જણાવ્યું છે કે કંપનીએ આ શેર ગિરવી રાખીને તેમાંથી સામાન્ય વ્યવસાયિક રીતે લોન લીધી હતી.

કંપની વતી સિક્યોરિટીઝ ટ્રસ્ટીઓએ આ શેરને એચડીએફસીને મોર્ટગેજ કર્યા હતા. આ પગલાની સાથે, એચડીએફસી લિમિટેડએ 10 રૂપિયાની કિંમતના રિલાયન્સ કેપિટલના 25.27 કરોડ શેર ખરીદ્યા છે. આ શેરોની કુલ કિંમત 252 કરોડ છે.

એચડીએફસીએ વધુમાં કહ્યું છે કે આ અંગે 27 માર્ચે જરૂરી માહિતી પહેલેથી જ આપવામાં આવી હતી અને હવે જ્યારે આ શેર કંપનીના ખાતામાં આવી ગયા છે, ત્યારે આ માહિતી ફરી એકવાર આપવામાં આવી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details