ગુજરાત

gujarat

ETV Bharat / business

દેશના 256 જિલ્લાઓમાં આજથી સોના પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા અમલમાં - ગોલ્ડ એન્ડ જ્વેલરી પ્યોરિટી

દેશના 256 જિલ્લાઓમાં બુધવારથી સોનાના ઘરેણા અને કલાકૃતિઓ પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા આજથી એટલે કે 16 જૂનથી અમલમાં લેવાશે. આ જિલ્લાઓના સોનીઓને માત્ર 14, 18 અને 22 કેરેટ સોનાના ઘરેણા વેચવાની પરવાનગી હશે. વધુમાં 20, 23 અને 24 કેરેટ સોના માટે પણ હોલમાર્કિંગની પરવાનગી હશે.

દેશના 256 જિલ્લાઓમાં આજથી સોના પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા અમલમાં
દેશના 256 જિલ્લાઓમાં આજથી સોના પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા અમલમાં

By

Published : Jun 16, 2021, 9:10 AM IST

  • દેશના 256 જિલ્લામાં આજથી હોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ
  • કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલે ઉદ્યોગ જગત સાથે યોજી બેઠક
  • આ વ્યવસ્થાને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું કે, સોનાના ઘરેણા અને કલાકૃતિઓ પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા 16 જૂનથી અમલમાં લેવાશે. આ તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે અને શરૂઆતમાં 256 જિલ્લામાં તેને અમલમાં લેવાશે. હોલમાર્કિંગ મૂલ્યવાન ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે અને હાલમાં આ વ્યવસ્થા સ્વૈચ્છિક રાખવામાં આવી હતી. કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં ઉદ્યોગ જગત સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-પગારમાં ઘટાડાને કારણે સુરતના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ

15 જાન્યુઆરી 2021થી હોલમાર્કિંગ અનિવાર્યપણે કરવાની જાહેરાત કરી હતી

ઉલ્લેખનીય છે કે, સરકારે વર્ષ 2019માં સોનાના ઘરેણા અને કલાકૃતિઓ પર 15 જાન્યુઆરી 2021થી હોલમાર્કિંગ અનિવાર્યપણે કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેની સમયમર્યાદા ચાર મહિના માટે એક જૂન સુધી વધારી દેવાઈ હતી. હવે ફરી સોનીઓની મહામારીના કારણે સમયમર્યાદા આગળ વધારવાના અનુરોધ પછી 15 જૂન કરવામાં આવી છે.

આ પણ વાંચો-અદાણીના શેર ગગડ્યા, એક ક્લાકમાં થયું સો કરોડનું નુકસાન, કંપનીએ ગણાવી ભ્રામક ખબર

ઓગસ્ટ 2021 સુધી કોઈ દંડ નહીં થાય

કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલે બેઠક પછી ટ્વિટમાં કહ્યું હતું કે, ગ્રાહકોની સુરક્ષા અને સંતોષ એ અમારી સરકારનો ઉદ્દેશ છે. આ કડીમાં જ 16 જૂન 2021માં 256 જિલ્લાઓમાં હોલમાર્કિંગ અનિવાર્યપણે અમલમાં લગાવવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ 2021 સુધી આ મામલામાં કોઈ દંડ લગાવવામાં આવે. ગ્રાહક મામલાના સચિવ લીના નંદને કહ્યું હતું કે, અનિવાર્ય હોલમાર્કિંગ વ્યવસ્થાને તબક્કાવાર રીતે અમલમાં લેવાશે અને શરૂઆતમાં 256 જિલ્લામાં તેને અમલમાં લેવાશે. જ્યાં મૂલ્યવાન ધાતુની શુદ્ધતાની તપાસ માટે કેન્દ્ર છે. સચિવે કહ્યું હતું કે, બેઠકમાં ઉદ્યોગની ચિંતાઓને દૂર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details