ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે GST કાઉન્સિલની 41મી બેઠક, નાણાં પ્રધાન સીતારમણ કરશે પ્રેસ કોન્ફરન્સ

આજે GST કાઉન્સિલની 41મી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગથી યોજાશે, ત્યારબાદ બપોરે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની એક પ્રેસ કોન્ફરન્સ કરશે. આજે 11 વાગેની બેઠકમાં GST કમ્પેનસેશન પર ચર્ચા થઈ શકે છે. જેમાં સોનું વેચવા પર 3 ટકા GST લગાવવા પર નિર્ણય કરવામાં આવશે. ગોલ્ડને ઈ વે બિલ હેઠળ લાવવા અને ટૂ વ્હીલર્સ પરની GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી શકાય છે.

gst-council-to-mull-centres-compensation-default-today
આજે GST કાઉન્સિલની 41મી બેઠક

By

Published : Aug 27, 2020, 9:18 AM IST

નવી દિલ્હીઃ આજે GST કાઉન્સિલની 41મી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગથી યોજાશે, ત્યારબાદ બપોરે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની એક પ્રેસ કોન્ફરન્સ કરશે. આજે 11 વાગેની બેઠકમાં GST કમ્પેનસેશન પર ચર્ચા થઈ શકે છે. જેમાં સોનું વેચવા પર 3 ટકા GST લગાવવા પર નિર્ણય કરવામાં આવશે. ગોલ્ડને ઈ વે બિલ હેઠળ લાવવા અને ટૂ વ્હીલર્સ પરની GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી શકાય છે.

મહત્વનું છે કે, રાજ્યોના મહેસૂલ ખાધને પહોંચી વળવા જીએસટી કાઉન્સિલ આજે 27 ઓગસ્ટે 41મી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યોના વળતરને પહોંચી વળવા અંગે ચર્ચા થઈ શકે છે. આ પહેલા GST કાઉન્સિલ દ્વારા વળતર ભંડોળની ખામીને પહોંચી વળવા બજારમાંથી ઉધાર લેવાની કાયદેસરતા પર કેન્દ્ર સરકારે માર્ચમાં એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ પાસે અભિપ્રાય માંગ્યો હતો. આ અંગે એટર્ની જનરલે કહ્યું હતું કે, કાઉન્સિલે GST અનિશ્ચિતતા ભંડોળની ખામીને પહોંચી વળવા માટે નિર્ણય લેવો પડશે. જેથી ફંડમાં પૂરતા નાણાં પૂરા પાડી શકાય.

મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં કેટલાક રાજ્યો દ્વારા અહિતકર સામાન એટલે કે સિન ગુડ્સ પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. સિન ગુડ્સ પર સેસ વધારવાનો પ્રસ્તાવ આપનાપા બિહાર, ગોવા, દિલ્હી, પંજાબ, છત્તીસગઢ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જો એવું થાય છે તો સિગરેટ, પાન-મસાલા મોંઘા થઈ શકે છે.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે 2019-20માં GST વળતર તરીકે 1.65 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ બહાર પાડી હતી. જો કે, વર્ષ 2019-20 દરમિયાન સેસની રકમ 95,444 કરોડ રૂપિયા હતી.

ABOUT THE AUTHOR

...view details