ગુજરાત

gujarat

ETV Bharat / business

બજેટ 2019: જાણો સીતારમણની પોટલીમાંથી ગામડાઓને શું મળ્યું? - Narendra Modi

નવી દિલ્હીઃ બજેટ ભાષણ દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગામડાઓ અને ગામડાઓના વિકાસ પર ખૂબ જ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, ગાંધીજીએ કહ્યું હતું કે, ભારતની આત્મા ગામડાઓમાં છે. આપણા બધા જ પ્રયાસોના મુળમાં અંત્યોદયનો ભાવ રહેલો છે.

ડિઝાઇન ફોટો

By

Published : Jul 5, 2019, 3:16 PM IST

  • નાણાપ્રધાને સંબોધન દરમિયાન દાવો કર્યો હતો કે, અમે ગામ-ગરીબ-ખેડૂતોને અમારી યોજનાઓમાં કેન્દ્રમાં રાખ્યા છે. જે ઇચ્છુક નથી તેમને છોડીને અન્ય ગ્રામિણ ક્ષેત્રના દરેક પરિવારને વીજળી મળશે. ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટે અમુક મુદ્દાઓ મહત્વના છે જે આ મજુબ છેઃ
  • એસ્પાયર યોજના હેઠળ 80 આજીવિકા કારોબાર ઇન્ક્યુબેટર અને 20 ટેકનોલોજી ઇન્ક્યુબેટર સ્થાપિત કરવામાં આવશે. જેથી કૃષિ- ગ્રામિણ ક્ષેત્રમાં 75 હજાર નવા કારોબારી બનશે.
  • 2022 સુધી અમે બધા જ માટે આવાસનો લક્ષ્ય રાખ્યો છે
  • 2019-20 થી 2022 સુધી 1.95 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે
  • ટૉયલેટ, વીજળી અને રસોઇ ગેસ કનેક્શન આપવામાં આવશે
  • પ્રતિ મકાન નિર્માણનું લક્ષ્ય 314ની જગ્યાએ 113 દિવસ કરવામાં આવશે
  • 97% લોકોને દર મહિને રસ્તાઓ મળશે
  • આવતાં 5 વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક હેઠળ 1.25 લાખ KM રસ્તાનું નિર્માણ થશે
  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 80250 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે
  • 2022 સુધી દરેક ઘરમાં વીજળી અને ઘરેલુ ગેસ પહોંચાડવામાં આવશે
  • નાણાપ્રધાને કહ્યું કે, ઝીરો બજેટ ખેતી પર ભાર મુકવામાં આવ્યો છે
  • 35 કરોડ LED બલ્બ ઉજાલા યોજના હેઠળ વહેંચવામાં આવશે. જેનાથી લગભગ 18 હજાર 341 કરોડ રુપિયાની બચત થશે
  • 26 લાખ ઘરોનું નિર્માણ થઇ ચૂક્યું છે
  • 24 લાખ લોકોને ઘર વિતરણ કરવામાં આવ્યા છે
  • અમારો લક્ષ્ય 2022 સુધીમાં દરેકને ઘર આપવાનો છે
  • 2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવશે
  • 5.6 લાખ ગામોમાં આજે દેશમાં ખુલ્લા શૌચાલયથી મુક્ત થયો છે
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ધ છે
  • 2 કરોડ લોકો ડિજિટલ રૂપથી સાક્ષાર બન્યા છે
  • ગ્રામિણ- શહેરી અંતરને કાપવા માટે ડિજિટલ ક્ષેત્રને વધારો કરવામાં આવ્યો છે

ABOUT THE AUTHOR

...view details