ગુજરાત

gujarat

By

Published : Apr 29, 2020, 12:07 AM IST

ETV Bharat / business

IFSC માટે સરકારે ઇન્ટિગ્રેટેડ રેગ્યુલેટર બનાવ્યું, મુખ્ય મથક ગાંધીનગર રહેશે

હાલમાં ઘણા નિયમનકારો - આરબીઆઈ, સિક્યોરિટીઝ અને એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઇ) - આઈએફએસસીમાં બેંકિંગ, મૂડી બજારો અને વીમા ક્ષેત્રને નિયંત્રિત કરે છે.

etv bharat
આઈએફએસસી માટે સરકારે ઇન્ટિગ્રેટેડ રેગ્યુલેટર બનાવ્યું

નવી દિલ્હી: સરકારે આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓ કેન્દ્રો (આઈએફએસસી)માં તમામ નાણાંકીય સેવાઓ નિયમન માટે આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓ કેન્દ્ર સત્તાધિકારની સ્થાપના કરી છે. આ એકીકૃત સત્તાનું મુખ્ય મથક ગુજરાતના ગાંધીનગરમાં રેહશે.

હાલમાં ઘણા નિયમનકારો-આરબીઆઈ, સિક્યોરિટીઝ અને એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઇ) - આઈએફએસસીમાં બેંકિંગ, મૂડી બજારો અને વીમા ક્ષેત્રને નિયંત્રિત કરે છે.

એક સૂચના અનુસાર, "કેન્દ્ર સરકારે 27 એપ્રિલ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓ કેન્દ્ર સત્તામંડળની સ્થાપના કરી છે અને આ સત્તાનું મુખ્ય કાર્યાલય ગાંધીનગર ગુજરાત ખાતે રહેશે."

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપના સીઇઓ તપન રાયે ગાંધીનગરમાં આઈએફએસસી ઓથોરિટીનું મુખ્ય મથક સ્થાપિત કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો છે.

ABOUT THE AUTHOR

...view details