ગુજરાત

gujarat

ETV Bharat / business

ભાજપનો ખજાનો કાળાધનથી ભરવા ચૂંટણી બોન્ડ લવાયાઃ કોંગ્રેસ - ચૂંટણી ભંડોળ

નવી દિલ્હીઃ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સવાલ કર્યો કે સત્તાધારી પાર્ટીએ જણાવવુ જોઈએ કે ચૂંટણી બોન્ડ થકી તેમને કેટલા હજાર કરોડનું ભંડોળ મળ્યુ.

congress news overruled-rbi black money nlack money and bjp electoral-bonds ચૂંટણી બોન્ડ ચૂંટણી ભંડોળ

By

Published : Nov 19, 2019, 5:47 AM IST

કોંગ્રેસે મીડિયામાં ચૂંટણી બોન્ડ સાથે જોડાયેલા એક અહેવાલને ટાંકીને આક્ષેપ કર્યો કે, ભારતીય રિઝર્વ બેન્કની મુશ્કેલીઓને બાજુમાં મુકી ચૂંટણી બોન્ડ લાવવામાં આવ્યા. જેથી કાળુનાણું ભારતીય જનતા પક્ષના ખજાનામાં પહોંચે.

પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી આરોપ મૂક્યો કે, આરબીઈને બાજુમાં મુકી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓને નકારી ચૂંટણી બોન્ડને મંજૂરી અપાઈ છે. જેથી કાળુનાણું ભાજપ પાસે સરળતાથી પહોંચી જાય. પ્રિયંકાએ કહ્યું, 'ભાજપ કાળાધનનો નાશ કરવા ચૂંટાયુ હતુ, પરંતુ એમ લાગે છે કે તે પોતાનો ખજાનો ભરવા આવી છે. આ ભારતના નાગરિકો સાથે શરમજનક વિશ્વાસઘાત છે.'

કોંગ્રેસે જે મીડિયાના અહેવાલથી આ ઘટના ઉઠાવી છે તેમાં દાવો કરાયો છે કે ચૂંટણી બોન્ડની વ્યવસ્થાની સત્તાવાર જાહેરાત પહેલા રિઝર્વ બેન્કે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details