નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે અર્થવ્યવસ્થાના પુનઃરુત્થાન માટે વધુ નીતિપૂર્ણ પગલા લેવાનું વચન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થા પુનઃરુત્થાનના સંકેતો બતાવી રહી છે અને કૃષિ ક્ષેત્ર વિકાસને વેગ આપે છે.
સીતારમણે કહ્યું હતું કે, વીજળી અને બળતણ વપરાશ, એક રાજ્યથી બીજા રાજ્યમાં માલની અવરજવર અને રાજ્યોમાં માલની અવરજવર, પીએમઆઈ (ખરીદ વ્યવસ્થાપક સૂચકઆંક)ના આંકડા અને છૂટક નાણાકીય વ્યવહારોમાં વધારો જેવા સંકેતો જોવા મળી રહ્યા છે.