ગુજરાત

gujarat

ETV Bharat / business

ધ્યાન ભટકાવવાથી ગરીબોની મદદ નહીં થાય કે ન તો આર્થિક સંકટ દૂર થશે: રાહુલ ગાંધી - દેશમાં આર્થિક સંકટ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, સરકારે હવે વધુ ખર્ચ કરવાની જરૂર છે, લોન આપવાની જરૂર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગકારોના ટેક્સમાં ઘટાડો નહીં. વપરાશ સાથે અર્થવ્યવસ્થાને પાટા પર ફરી લાવો." તેમણે કહ્યું કે, મીડિયા દ્વારા ધ્યાન ભટકાવાને ગરીબોની મદદ નહીં થાય કે ન તો આર્થિક સંકડ દૂર થશે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : Aug 26, 2020, 2:24 PM IST

Updated : Aug 27, 2020, 9:12 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય રિઝર્સ બેંકના રિપોર્ટનો હવાલો આપતા બુધવારે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ધ્યાન હટાવવાથી નહીં, પણ ખર્ચ વધારવા અને ગરીબોના હાથમાં પૈસા આપીને અર્થવ્યવસ્થા પાટા પર આવશે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, "જે વિશે હું મહિના આગાઉથી આગાહ કરી રહ્યો હતો તેની પુષ્ટિ RBI દ્વારા કરવામાં આવી છે. સરકારે હવે વધુ ખર્ચ કરવાની જરૂર છે, લોન આપવાની જરૂર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગકારોના ટેક્સમાં ઘટાડો નહીં. વપરાશ સાથે અર્થવ્યવસ્થાને પાટા પર ફરી લાવો."

તેમણે કહ્યું કે, મીડિયા દ્વારા ધ્યાન ભટકાવાને ગરીબોની મદદ નહીં થાય કે ન તો આર્થિક સંકટ દૂર થશે. RBI એ પોતાની તાજેતરની રિપોર્ટમાં કહ્યું છે કે, અર્થવ્યવસ્થામાં માગને પાટા ફરી લાવવામાં લાંબો સમય લાગશે અને તે કોવિડ-19 પહેલાના સ્તર સુધી ફરી પહોંચવા માટે સરકારી વપરાશ પર આધારીત રહેશે. તેમના મુજબ, ભારતને સતત વિકાસના માર્ગ પર પાછા ફરવા માટે ભારતને ઝડપી અને વ્યાપક સુધારાઓની જરૂર છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, "વર્ષ દરમિયાન અત્યાર સુધીની કુલ માગના અનુમાનથી જાણવા મળ્યું કે, વપરાશ પરની અસર ખૂબ ગંભીર છે અને તે પાટા પર ફરી આવવામાં લાંબો સમય લેશે."

Last Updated : Aug 27, 2020, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details