નવી દિલ્હી: કોવિડ -19 મહામારીથી અસરગ્રસ્ત નિકાસ ક્ષેત્રને રાહત આપવા માટે સરકાર ટૂંક સમયમાં 31 માર્ચે સમાપ્ત થતી વ્યાજ સબસિડી યોજનાને આગળ વધારી કરી શકે છે. આ યોજના હેઠળ નિકાસકારોને અમુક વસ્તુઓ માટેની લોન પર 3-5 ટકા સબસિડી આપવામાં આવે છે. આ યોજના પાંચ વર્ષ માટે એપ્રિલ 2015માં જાહેર કરવામાં આવી હતી.
નિકાસકારો માટે સારા સમાચાર, વ્યાજ સબસિડી યોજનામાં થઈ શકે છે વિસ્તાર - કોરોના વાઇરસની અસર
FICCI દ્વારા આયોજિત વેબ ઇન્ટરેક્શનમાં ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અમિત યાદવે કહ્યું હતું કે, "આવતા અઠવાડિયામાં તમે વ્યાજ વળતર યોજનામાં વધારો કરવા વિશે એક સારા સમાચાર સાંભળશો."
FICCI દ્વારા આયોજિત વેબ ઇન્ટરેક્શનમાં ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અમિત યાદવે કહ્યું હતું કે, "આવતા અઠવાડિયામાં, તમે વ્યાજ વળતર યોજનામાં વધારો કરવા વિશે એક સારા સમાચાર સાંભળશો."
FICCIએ એક નિવેદનમાં યાદવના હવાલાથી કહ્યું કે, "અમે ખાતરી કરી રહ્યા છીએ કે નિકાસ પાટા પર આવી ગઈ છે. માર્ચ નિકાસના આંકડા આના સંકેત હોઈ શકે છે, વર્તમાન કટોકટીની અસર માર્ચના નિકાસના આંકડામાં જોવા મળી શકે છે અને એપ્રિલમાં પણ આજ થશો. સરકાર આ મુશ્કેલ સમયમાં હિતધારકો સાથે સતત વાતચીત કરી રહી છે.