- પ્રત્યક્ષ વિદેશી રોકાણના માત્ર 29 જોગવાઈ જ મંજૂરી માટે પેન્ડિંગ
- DPIIT સચિવ અનુરાગ જૈને આપી માહિતી
- સરકાર આયાત ઓછી કરવા, મૂલ્યવર્ધન અને રોજગાર વધારવા પર ધ્યાન આપે છે
નવી દિલ્હીઃ વ્હાઈટ ગુડ્સ (White Goods Industry) માટે PLI પર યોજાયેલી ઉચ્ચસ્તરીય ડીપીઆઈઆઈટી-ફિક્કી રોકાણકાર રાઉન્ડટેબલ સંમેલનમાં (DPIIT-FICCI Investor Roundtable Convention) DPIITના સચિવ (DPIIT Secretary), અનુરાગ જૈને કહ્યું હતું કે, સરકાર આયાત ઓછી કરવા, મૂલ્યવર્ધન અને રોજગાર વધારવા માટે, એવા ઉદ્યોગ માટે તબક્કાવાર ઉત્પાદન યોજના (PMP) પર ધ્યાન આપવા માટે તૈયાર છે. જૈન રાઉન્ડટેબલ સંમેલનમાં (DPIIT-FICCI Investor Roundtable Convention) ઉપસ્થિત કેટલાક મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) દ્વારા ઉદ્યોગ માટે PMP અંગે આપવામાં આવેલા સૂચનોનો જવાબ આપી રહ્યા હતા.
PLI અંતર્ગત નિર્ધારિત લક્ષ્યોને સમયસર પૂરા કરી શકાય
જૈને એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, DPIIT હવે એ નક્કી કરશે કે, વ્હાઈટ ગુડ્સના (White Goods Industry) PLI અંતર્ગત આવતા આ તમામ રોકાણોને કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા ખૂબ જ ઝડપથી મંજૂરી મળે, જેથી PLI અંતર્ગત નિર્ધારિત લક્ષ્યોને સમયસર પૂરા કરી શકાય. તેમણે એ પણ કહ્યું હતું કે, હમ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના ઉદ્દેશ માટે 'નેશનલ સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ'ને પણ ઝડપથી ટ્રેક કરવાની પ્રક્રિયામાં છે, જ્યાં તમામ આવેદન ઓનલાઈન મોકલી શકાય છે અને ટ્રેક પણ કરવામાં આવી શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે, સરકાર પ્રેસનોટ 3 હેઠળ FDI અરજી પર પણ ઝડપથી કાર્યવાહી કરી રહી છે.
વ્હાઈટ ગુડ્સ માટે PLIને જોરદાર પ્રતિક્રિયા મળી
જૈને વધુમાં ઉમેર્યું હતું કે, PLI યોજનાને એ પ્રકારી ડિઝાઈન કરવામાં આવી છે, જેનાથી તે ક્ષેત્રોને પણ લાભ પહોંચાડી શકાય, જ્યાં ભારત આગ વધી શકે છે અને સાથે જ ઉભરતા ક્ષેત્રોને પણ લાભ તથા વૈશ્વિક પ્રતિસ્પર્ધા માટે તૈયાર કરી શકાય. ડીપીઆઈઆઈટીના અધિક સચિવ અનિલ અગ્રવાલે ફિક્કી ઈલેક્ટ્રોનિક્સ (FICCI ELECTRONICS) અને વ્હાઈટ ગુડ્સ સમિતિના (White Goods Industry) પ્રયાસોના વખાણ કરતા કહ્યું હતું કે, વ્હાઈટ ગુડ્સ (White Goods Industry) માટે PLIને જોરદાર પ્રતિક્રિયા મળી છે. તેમણે કહ્યું હતું કે, સરકારે આ યોજનોનો ઉદ્દેશ તૈયાર કરતા સમયે ખૂબ જ સાવધાની રાખી છે, જેથી આગળ જઈને આ યોજનાના અમલમાં કોઈ મુશ્કેલી ન આવે.
સચિવે PLIની યાત્રાને શેર કરી
વ્હાઈટ ગુડ્સ (White Goods Industry) માટે PLIની યાત્રાને શેર કરતા, અગ્રવાલે જણાવ્યું હતું કે, લગભગ એક વર્ષના સમયગાળામાં ડીપીઆઈઆઈટી (DPIIT)એ નક્કી કર્યું છે કે, આ યોજનાને ઉદ્યોગની ફિડબેક અને મૂલ્ય શ્રૃંખલાને સામાન્ય સંમતિના આધારે તૈયાર અને અમલમાં લાવવામાં આવી હતી.
અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, ડીપીઆઈઆઈટી-ફિક્કી રોકાણકાર રાઉન્ડટેબલમાં (DPIIT-FICCI Investor Roundtable Convention) વ્હાઈટ ગુડ્સ ઉદ્યોગના (White Goods Industry) દોઢ સોથી વધુ CEO/CXOએ PLIમાં રોકાણકારોના વિશ્વાસને દર્શાવતા ભાગ લીધો હતો. ઘટક મૂલ્ય શ્રૃંખલામાં મોટા ભાગના રોકાણકારોમાં નાના અને મધ્યમ ક્ષેત્રના નવા ઉદ્યમ શામેલ છે, જે હવે ઓઈએમ (OIM)નો સપ્લાય કરશે અને વૈશ્વિક મુલ્ય શ્રૃંખલાને સાથે જોડાશે.
તેમણે એ પણ કહ્યું હતું કે, આ યોજનાની સારી અસર જોવા મળી છે. કારણ કે, સમગ્ર ભારતમાં 50થી વધુ સ્થળ પર ઉત્પાદન એકમો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. અથવા તેઓ એવી વધુ LEDની ઘટક શ્રેણીમાં વ્હાઈટ ગુડ્સની (White Goods Industry) PLI યોજનાથી લાભ થશે. અગ્રવાલે કહ્યું હતું કે, આ એકમો ગુજરાત, આંધ્ર પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આવેલા છે.
રાજ્ય | પ્લાન્ટની સંખ્યા |
આંધ્ર પ્રદેશ | 5 |
ગુજરાત | 10 |
ગોવા | 1 |
હરિયાણા | 4 |
હિમાચલ પ્રદેશ | 1 |
કર્ણાટક | 2 |
મહારાષ્ટ્ર | 5 |
તમિલનાડુ | 4 |
રાજસ્થાન | 4 |
ઉત્તરપ્રદેશ | 6 |
તેલંગાણા | 1 |
ઉત્તરાખંડ | 6 |
પશ્ચિમ બંગાળ | 1 |
કુલ | 50 |
ઈલેક્ટ્રોનિક્સ અને વ્હાઈટ ગુડ્સ ઉત્પાદન સમિતિ (White Goods Industry), ફિક્કીના અધ્યક્ષ મનીષ શર્માએ કહ્યું હતું કે, એલ્યુમિનિયમ અને તાંબા ઉદ્યોગ સહિત અનેક એલઈડી (LED)ના વિવિધ ઘટકો માટે ભારતીય નિર્માતાઓ, એસએમઈ (SME) અને બહુરાષ્ટ્રીય કંપનીઓના 40થી વધુ સંગઠનોથી 4500 કરોડ રૂપિયાથી પ્રતિબદ્ધ રોકાણની સાથે એક ઉદ્યોગ તરીકે આપણી ઉપલબ્ધી વખાણવાલાયક છે.
સરકાર અને રોકાણકારોનો વિશ્વાસ વધ્યો
તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર અને ઉદ્યોગના ઉદ્દેશ માટે એકસાથે એક મંચ પર આવવાથી મળેલી સામૂહિક શાણપણથી સરકાર અને રોકાણકારો બંનેનો વિશ્વાસ વધ્યો છે. તેમણે પ્રાદેશિક સંગઠનોની તેમના યોગદાન માટે પ્રશંસા કરી, જે વડાપ્રધાનના આત્મનિર્ભરના વિઝન (Self-reliant vision) હેઠળ મળેલા માર્ગદર્શનને કારણે શક્ય બન્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, PLI તેની સાથે સકારાત્મક માનસિકતા સાથે પ્રતિબદ્ધતા લાવે છે, જે નિકાસ માટે સ્પર્ધાત્મકતા બનાવવાની સાથે પછાત એકીકરણના નવા યુગની શરૂઆત કરે છે.
FICCIએ સરકારની પહેલની પ્રશંસા કરી