ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના વાઈરસની મહામારી વચ્ચે CBDT એ લીધો મહત્વનો નિર્ણય - કોરોના વાઈરસની મહામારી વચ્ચે CBDT એ લીધો મહત્વનો નિર્ણય

કોરોના વાઈરસની મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલય દ્વારા વિથ હોલ્ડિંગ ટેક્સ આદેશોની અવધિ ત્રણ મહિના સુધી વધારી દેવાઈ છે.

ો
કોરોના વાઈરસની મહામારી વચ્ચે CBDT એ લીધો મહત્વનો નિર્ણય

By

Published : Apr 1, 2020, 12:00 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડની (CBDT) સુચના અનુસાર નાણા મંત્રાલયે એવા કરદાતાઓને રાહત આપી છે જે ટીડીએસ અથવા ટીસીએસની ઓછી રકમ અથવા ઝીરો કપાતની અરજીઓ થયેલી છે. CBDTએ જણાવ્યુ હતું કે, આ પેન્ડિંગ અરજીઓ પર નાણાંકીય વર્ષ 2019-20 માટે સર્ટિફિકેટ આપી દેવાયુ છે જેની વેલડિટીની તારીખ 30 જુન 2020 સુધી વધારાઈ છે.

CBDTએ આવા કરદાતાઓ જે નાણાંકીય વર્ષ 2020-21 માટે ઝીરો કપાતની અરજી કરી શક્યા નથી. તેવા કરદાતાઓને પાછલા વર્ષના પ્રમાણપત્રની વેલિડીટી વધારી દેવાઈ છે.

બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યુ હતું. જે પ્રવાસી ભારતીયોનું ભારતમાં વસવાટ ન કરતા હોય અને જે ઉપરોક્ત કેટેગરીમાં આવતા ન હોય તેમને 30 જુન સુધી પ્રમાણપત્ર ન મળે ત્યા સુધી 10 ટકા વિથ હોલ્ડિંગ કર લાગશે.

ABOUT THE AUTHOR

...view details