સૂત્રોના જણાવ્યાં અનુસાર કાળા નાણાથી સોનું ખરીદનારની વિરુદ્ધ કાર્યવાહી માટે મોદી સરકાર ઈન્કમ ટેક્સની એમનેસ્ટી સ્કીમ હેઠળ સોના માટે એમનેસ્ટી સ્કીમ લાવવા જઈ રહ્યું છે. સ્કીમ આવ્યા બાદ વ્યક્તિ દ્વારા વગર કોઈ રસીદથી ખરીદેલા સોનાના મૂલ્ય પર ટેક્સની ચુકવણી કરવી પડશે. સરકાર તરફથી ટેક્સના દર નથી બતાવવામાં આવ્યા. સૂત્રોએ સંકેત આપ્યો કે, 30 ટકાની આસપાસ રહી શકે છે. જે શિક્ષા શેશને જોડતા 33 ટકા સુધી જઇ શકે છે.
નોટબંધી બાદ સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લોન્ચ કરી હતી. જેને IDS દ્વિતીયના નામથી ઓળખાય છે. પરંતુ, તેની સફળતા સીમિત હતી. માનવામાં આવી રહ્યું છે કે, જે કસર બાકી છે તેને ગોલ્ડ એમનેસ્ટી સ્કીમથી પૂરી કરી શકાય છે.
વિશેષકોનું કહેવું છે કે, યોજનાનો વિચાર સારો છે. પરંતુ, તેનો પ્રભાવ અમલ કઠીન છે. લોકોને સમયની સાથે સોનાની ખરીદી કરી છે અને લોકો આ ધાતુને વિરાસતમાં પણ મળ્યું છે.