નવી દિલ્હી: સરકારે ઑટો અને આરોગ્ય વીમા પૉલિસી ધારકોને લોકડાઉન અવધિ દરમિયાન તેમના નવીકરણ પ્રીમિયમની ચૂકવણી સ્થગિત કરવાની મંજૂરી આપી છે.
લોકડાઉન: હેલ્થ અથવા ઑટો વીમા પ્રીમિયમ જમા ન કરી શકનારાઓ માટે રાહત - ministry of finance
કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને સરકારે થર્ડ પાર્ટી ઓટો વીમા પૉલિસી ધારકો અને આરોગ્ય વીમા પોલિસી ધારકોને રાહત આપી છે.
ins
નાણામંત્રાલયે 25 માર્ચથી 14 એપ્રિલ વચ્ચે રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમની ચૂકવણી કોઇ પણ એક્સટર્ ચાર્જ વગર 21 એપ્રિલ અથવા તે પહેલા ચૂકવવાની મંજૂરી આપી છે.
સરકારે આરોગ્ય વીમા પૉલિસી ધારકોને પણ સમાન વિલંબિત ચુકવણી વિકલ્પ આપ્યો છે.