ગુજરાત

gujarat

ETV Bharat / business

Google Pay એપથી સોનાની ખરીદી અને વેચાણ થશે, MMTC-PAMP સાથે કર્યું જોડાણ - gold

નવી દિલ્હી: પ્રૌદ્યોગિક કંપની ગૂગલે ગોલ્ડ ટ્રેડિંગ કંપની એમએમટીસી-પીએએમપી સાથે જોડાણ કર્યું છે. જે હેઠળ, Google Pay વપરાશકર્તાઓને એપ્લિકેશન દ્વારા ગોલ્ડ ખરીદવા અને વેચવા માટે સુવિધા ઉપ્લબ્ધ કરાવશે. આ પ્રકારની સેવા પહેલા Paytm, મોબીક્વિક અને ફોનપે આપી રહ્યા હતા.

ડિઝાઇન ફૉટો

By

Published : Apr 12, 2019, 1:49 PM IST

ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશની એકમાત્ર LBMA માન્યતા પ્રાપ્ત ગોલ્ડ રિફાઈનરી કંપની સાથે આ ભાગીદારીથી Google Payનો ઉપયોગ કરનારને 99.99 ટકા શુદ્ધ 24 કેરેટ સોનાની ખરીદી કરી શકે છે.

ગૂગલ ઇન્ડિયાના ઉત્પાદન ડિરેક્ટર અંબરીશ કનધેએ જણાવ્યું કે, "ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં સોનાનું ખૂબજ મહત્વ છે, તે ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો સ્વર્ણ ગ્રાહક દેશ બનાવે છે. ભારતીય લોકો અક્ષય તૃતિયા, ધનતેરસ અને દિવાળીમાં સોનું ખરીદે છે. "

એપ્લિકેશન યુઝર કોઈપણ મૂલ્યના ગોલ્ડ ખરીદી શકે છે અને તેને એમએમટીસી-પીએમપી સલામત રીતે તીજોરીમાં રાખશે. યુઝર્સ કોઈપણ સમયે નવી કિંમતે આ ગોલ્ડ વેચી શકે છે. ભાવ દર મિનિટે અપડેટ કરવામાં આવશે, જે Google Pay App પર જોઈ શકાશે.

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે દિલ્હી હાઇકોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને પૂછ્યું હતું કે Google Pay મંજૂરી વગર નાણાકીય લેવડ-દેવડ કરે છે. કોર્ટે આરબીઆઈ અને ગૂગલ ઇન્ડિયાને નોટિસ જારી કરી છે અને આ સ્થિતિમાં, તેઓએ તેમના વલણ વિશે પૂછ્યું છે. બુધવારે એક નિવેદનમાં ગૂગલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગૂગલ તમામ કાનૂની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details