- દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Price)માં સતત એક મહિનાથી કોઈ ફેરફાર નથી થયો
- સોમવારે (16 ઓગસ્ટે) ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલ (Oil marketing companies)ની કિંમતોમાં કોઈ એક વાર ફેરફાર નથી થયો
- ઓપેક દેશ (OPEC country)ની તેલ ઉત્પાદનને લઈને બેઠક યોજાઈ હતી ત્યારથી ભારતમાં તેલની કિંમતોમાં બ્રેક લાગી ગયો છે
નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel Price) કિંમતોમાં સતત એક મહિનાથી કોઈ ફેરફાર નથી થયો. સોમવારે (16 ઓગસ્ટે) ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતોમાં કોઈ એક વાર ફેરફાર નથી થયો. છેલ્લી વખત પેટ્રોલની કિંમત 17 જુલાઈએ 30 પૈસાનો પ્રતિલિટરમાં વધારો થયો હતો. તો ડીઝલની કિંમત 15 જુલાઈએ 15 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ત્યારે ઓપેક દેશની તેલ ઉત્પાદનને લઈને બેઠક થઈ હતી. ત્યારબાદથી ભારતમાં તેલની કિંમતોમાં બ્રેક લાગી ગયો છે.
આ પણ વાંચો-આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઘટાડો
છેલ્લા કેટલાક સપ્તાહોમાં બ્રેન્ટ ક્રુડની કિંમતોમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ નોંધાયો
આપને જણાવી દઈએ કે, વર્ષ 2017 પછી પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price) દરેક પખવાડિયાની જગ્યાએ દરરોજ સંશોધિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં ક્રુડની કિંમતો અને ફોરેક્સ (Forex)ના દરની હિસાબથી દરરોજ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરવામાં આવે છે. જ્યારે છેલ્લા કેટલાક સપ્તાહોમાં બ્રેન્ટ ક્રુડની કિંમતોમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ નોંધાયો છે, પરંતુ તેલની ઘરેલુ કિંમત પર આની કોઈ અસર નથી થઈ. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં તેલમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ત્યારબાદ તેલમાં સુધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો-એર એશિયા ઇન્ડિયાએ માર્ચ 2022 સુધી શરૂ કર્યો ફ્લેશ સેલ
ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ કાચા તેલની કિંમત 0.97 ટકાના નુકસાન સાથે 68.42 ડોલર પ્રતિ બેરલ રહી ગઈ