ગુજરાત

gujarat

ETV Bharat / business

Gold-Silver રેકોર્ડ સ્તરથી 9,000 રૂપિયા સસ્તું, જુઓ ક્યાં શું કિંમત છે? - ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન

સોનું-ચાંદી ખરીદવા માગતા લોકો માટે સારી તક આવી છે. કારણ કે, સોના અને ચાંદીની કિંમત અત્યારે પોતાના રેકોર્ડ સ્તરથી 9,000 રૂપિયા સસ્તી ચાલી રહી છે. આ કિંમતોમાં ઘટાડો થવાના કારણે નિષ્ણાતો માની રહ્યા છે કે, આ ખરીદીનો યોગ્ય સમય છે. કારણ કે, તહેવારોના આવવાના સમયે સોના અને ચાંદીમાં ફરી તેજી જોવા મળી શકે છે.

By

Published : Sep 15, 2021, 12:11 PM IST

  • સોનું-ચાંદી ખરીદવા માગતા લોકો માટે સારી તક આવી
  • સોના અને ચાંદીની કિંમત અત્યારે પોતાના રેકોર્ડ સ્તરથી 9,000 રૂપિયા સસ્તી ચાલી રહી છે
  • તહેવારોના આવવાના સમયે સોના અને ચાંદીમાં ફરી તેજી જોવા મળી શકે છે

નવી દિલ્હીઃ સોનાની કિંમત અત્યારે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટની 46,140 રૂપિયા પર બનેલી છે. જ્યારે 24 કેરેટ શુદ્ધ સોનું 50,340 રૂપિયા પ્રતિ તોલા પર છે. આમાં એક દિવસના મુકાબલામાં સામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જોકે, સોના અને ચાંદીની કિંમત પોતાના રેકોર્ડ સ્તરથી 9,000 રૂપિયા સસ્તી છે.

આ પણ વાંચો-પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત: એક દેશ, એક ભાવના પ્રસ્તાવ પર કરાશે વિચારણા

સોનું પ્રતિ તોલા 50,340 રૂપિયા

એક વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં 1 ગ્રામ સોનાની કિંમત (Gold Silver Rates) 4,614 રૂપિયા પર છે. જ્યારે 8 ગ્રામ સોનું 36,912 રૂપિયા છે. જો 100 ગ્રામ સોનાની વાત કરીએ તો, આ 4,61,400 પર છે. આ તમામ રેટ 22 કેરેટ સોનાના છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 5,034 પર છે. એટલે કે પ્રતિ તોલા આ 50,340 રૂપિયા છે. ચાંદીની કિંમત પ્રતિ કિલો 62,806 રૂપિયા પર ચાલી રહી છે.

આ પણ વાંચો-સામાન્ય વધારા સાથે શરૂં થયું Share Market, સેન્સેક્સ માત્ર 40 પોઈન્ટ ઉછળ્યો

ચાંદીમાં પણ સતત નરમી જોવા મળી

ચેન્નઈમાં સોનું પ્રતિ 10 ગ્રામ 44,600, કોલકાતા અને મુંબઈમાં 46,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જો સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો, સોનું 700-800 રૂપિયા તૂટી ગયું છે. ચાંદીમાં પણ સતત નરમી જોવા મળી રહી છે.

IBJAના રેટ

ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (Indian Bullion Jewelers Association)ના હિસાબથી અલગ પ્યોરિટીના સોનાની કિંમત પણ તમને જણાવી દઈએ કે, જે એક સ્ટાન્ડર્ડ ભાવ બતાવે છે. આ તમામ કિંમત ટેક્સ અને અન્ય સરચાર્જ પહેલાની છે. ખરેખર કિંમત એટલે કે સોના કે ચાંદીના ઘરેણા ખરીદતા સમયે વધુ થઈ શકે છે.

સોનું (995)- 40,628

સોનું (916)- 37,365

સોનું (999)- 40,791

સોનું (750)- 30,593

સોનું (585)- 23,863

ચાંદી (999)- 46,395

ABOUT THE AUTHOR

...view details