- સોના અને ચાંદીની કિંમતમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો
- બુલિયન માર્કેટમાં આજે રોકાણકારો સતર્ક જોવા મળ્યા
- ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 0.39 ટકાનો ઉછાળો આવ્યો
નવી દિલ્હીઃ અત્યારે બજારમાં સ્થિરતા જોવા મળી છે. આજે માર્કેટ ખૂલ્યા પછી મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 0.39 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો હતો અને મેટલ 47,419 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર હતું. આ સપ્ટેમ્બર સિલ્વર ફ્યૂચરમાં પણ 0.32 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદી 62,926 રૂપિયા પ્રતિ કિલો પર હતી. આપને જણાવી દઈએ કે, છેલ્લા સત્રમાં બુધવારે મજબૂત ડોલર અને વૈશ્વિક બજારથી મજબૂત સંકેત ન મળવા પર ગોલ્ડ પ્રાઈસમાં 98 રૂપિયાનું નુકસાન થયું હતું અને ગોલ્ડ 47,350 રૂપિયા પર બંધ થયો હતો.
આ પણ વાંચો-આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નથી થયો, જાણો ક્યાં શું કિંમત છે?
MCX પર ગોલ્ડમાં 0.34 ટકાનો વધારો નોંધાઈ રહ્યો
એક વેબસાઈટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર સવાર 11.50 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.34 ટકાનો વધારો નોંધાઈ રહ્યો હતો. તો ધાતુ 1,799.75 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. તો ચાંદી પણ 0.16 ટકાના વધારા સાથે 23.62 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહી હતી.
આ પણ વાંચો-સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 95 પોઈન્ટનો ઉછાળો
IBJAના દર
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લા અપડેટની સાથે આજે સોનાની કિંમત આ પ્રમાણે છે. (આ કિંમત પ્રતિગ્રામ GST વગર છે.0
999 (પ્યોરિટી)- 47,350