- સોનાના ભાવમાં (Gold Price) ફરી એક વાર નરમાઈ આવી
- દિલ્હી શરાફી બજારમાં સોનાના ભાવમાં 124 રૂપિયાનો ઘટાડો
- આજે સવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) બુલિયન્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો
નવી દિલ્હીઃ સોનાના ભાવમાં (Gold Price) ફરી એક વાર નરમાઈ આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) સોનાના વેપારમાં સોમવારે નરમાઈ જોવા મળી હતી. ત્યારબાદ ઘરેલુ બજારમાં પણ યેલો મેટલમાં ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત નરમ હોવા અને ડોલરની સરખામણીમાં રૂપિયાનો વિનિમય દરમાં સુધારો થયો છે. આ તમામની વચ્ચે દિલ્હી શરાફી બજારમાં (Delhi Sharafi Bazaar) સોમવારે સોનાના ભાવમા 124 રૂપિયાના ઘટાડા સાથે 46,917 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો છે. સોનાનો છેલ્લો બંધ ભાવ 47,041 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદી પણ 18 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 66,473 રૂપિયા પ્રતિ કિલો પર રહી છે. આનો છેલ્લો બંધ ભાવ 66,491 રૂપિયા હતો.
આ પણ વાંચોઃSBIએ ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે ‘SIM Binding’ ફિચર લોન્ચ કર્યું
સોનામાં (Gold) 0.017 ટકાનો ઘટાડો જોવા મળ્યો
મંગળવારે સવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) બુલિયન્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ભારતીય સમયાનુસાર, સવારે 8.32 વાગ્યે એમસીએક્સ (MCX) પર સોનામાં (Gold) 0.017 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ધાતુ 1,810.70 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. જ્યારે ચાંદીમાં પણ 0.85 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો ચાંદી 25.29 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતો.