- ઓગસ્ટ મહિનામાં સોનાની કિંમત (Gold Price) છેલ્લા 4 મહિનાના સૌથી નીચલા સ્તર પર પહોંચી
- ગોલ્ડની ફ્યૂચર્સ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં લગભગ 1.3 ટકા અને સિલ્વર 1.5 ટકાથી વધુ ગગડી છે
- આજે MCX પર ઓક્ટોબરના સોનાના કોન્ટ્રાક્ટ 9.30 વાગ્યે 10 ગ્રામનો ભાવ 0.12 ટકાના ઘટાડા સાથે 46,334 રૂપિયા પર વેપાર કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ સોનાની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટમાં સોનાની કિંમત છેલ્લા 4 મહિનાના સૌથી નીચલા સ્તર પર ટકેલી છે. આ સપ્તાહે સતત સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાની ફ્યૂચર્સ પ્રાઈઝ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં 1.3 ટકા તો ચાંદી 1.5 ટકાનો ઘટી છે. આજે મલ્ટી કોમોડિટી (MCX) પર 9.30 વાગ્યે 10 ગ્રામ સોનાનો ભાવ 0.12 ટકાના ઘટાડા સાથે 46,334 રૂપિયા પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો-આજે સતત 26મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર પણ કાચા તેલમાં તેજી
સોનાની કિંમત ઓલટાઈમ હાઈથી 10,000 રૂપિયાથી વધુ ગગડી ગઈ છે
તો સપ્ટેમ્બરની ચાંદી વાયદા (silver price today) 0.36 ટકાના ઘટાડા સાથે 63,544 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેપાર કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, સોનાની કિંમત (Gold Price) પોતાના ઓલટાઈમ હાઈથી 10,000 રૂપિયાથી વધુ ગગડી ચૂકી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચ્યું હતું.અને હજી પણ સોનું શરાફ બજારમાં આ 46,334 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.
આ પણ વાંચો-સપ્તાહના ચોથા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળ્યો