ગુજરાત

gujarat

ETV Bharat / business

Gold Price Today: સોના અને ચાંદીમાં ઘટાડો યથાવત, સોનું 8,750 રૂપિયા સસ્તું થયું, ચાંદી આ સપ્તાહમાં 2,600 રૂપિયા તૂટ્યું

આ સપ્તાહની શરૂઆતથી જ સોના અને ચાંદીની કિંમતોમાં (Gold Silver Price) જે ઘટાડો થઈ રહ્યો છે. તે હજી પણ યથાવત છે. આ સપ્તાહમાં સોમવારે સોનું 48,000 રૂપિયાની ઉપર બંધ થયું હતું, પરંતુ હવે તે 47,000ના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ 67,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ કરી રહી છે.

Gold Price Today: સોના અને ચાંદીમાં ઘટાડો યથાવત, સોનું 8,750 રૂપિયા સસ્તું થયું, ચાંદી આ સપ્તાહમાં 2,600 રૂપિયા તૂટ્યું
Gold Price Today: સોના અને ચાંદીમાં ઘટાડો યથાવત, સોનું 8,750 રૂપિયા સસ્તું થયું, ચાંદી આ સપ્તાહમાં 2,600 રૂપિયા તૂટ્યું

By

Published : Jul 22, 2021, 12:58 PM IST

  • સપ્તાહની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો
  • સપ્તાહમાં સોમવારે સોનું 48,000 રૂપિયાની ઉપર બંધ થયું હતું
  • ચાંદી પણ 67,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ કરી રહી છે

નવી દિલ્હીઃ એમસીએક્સ (MCX) પર સોનાનો ઓગસ્ટ વાયદો લગભગ 125 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નબળાઈ સાથે વેપાર કરી રહ્યો છે. સોના વાયદા આ સમયે 47,450ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. ઓગસ્ટ સોના વાયદા આ સપ્તાહમાં લગભગ 650 રૂપિયા નબળો થયો છે. ગયા વર્ષે કોરોનાના સંકટના કારણે લોકોએ સોનામાં રોકાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં એમસીએક્સ (MCX) પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,191 રૂપિયાની ઉપરના સ્તર પર પહોંચી ગયો હતો. હવે સોના ઓગસ્ટ વાયદો એમસીએક્સ (MCX) પર 47,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. એટલે કે હજી પણ 8,750 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.

આ પણ વાંચો-હોલમાર્ક કાયદાના નવા નિયમોથી રાજકોટ સોની બજારના વેપારીઓમાં રોષ

ચાંદીનો (Silver) સપ્ટેમ્બર વાયદો પણ આ સપ્તાહે સતત નબળો થયો

ચાંદીનો (Silver) સપ્ટેમ્બર વાયદો પણ આ સપ્તાહે સતત નબળો થયો છે. ગયા અઠવાડિયા સુધી ચાંદી વાયદો 68,000 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, પરંતુ આ સપ્તાહે આ 67,000ની નીચે ગગડી ગયો છે. હાલમાં ચાંદી વાયદો 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ નબળાઈ સાથે વેપાર કરી રહ્યો છે, પરંતુ ભાવ 67,000 રૂપિયની ઉપર છે. ગયા અઠવાડિયોમાં ચાંદી વાયદો 2,600 રૂપિયા નબળો છે. ચાંદીનું અત્યાર સુધીનું ઉચ્ચ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ હિસાબથી ચાંદી પણ પોતાના ઉચ્ચ સ્તરથી લગભગ 12,950 રૂપિયા સસ્તું છે. આજે ચાંદીનો જુલાઈ વાયદો 67,020 રૂપિયા પ્રતિ કિલો પર છે.

આ પણ વાંચો-YouTube હવે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમનું સંપાદન કરશે

બુલિયન માર્કેટમાં સોનું (Gold) મંગળવારે 100 રૂપિયા મોંઘું થયું

બુલિયન માર્કેટમાં (Bullion Market) સોનું મંગળવારે 100 રૂપિયા મોંઘું થયું હતં. 10 ગ્રામ સોનાનો દર મંગળવારે 48,222 રૂપિયા રહ્યો હતો. જ્યારે આ પહેલા સોમવારે 48,126 રૂપિયા હતો. એક કિલો ચાંદીનો દર બુલિયન માર્કેટમાં (Bullion Market) ઘટ્યા છે. મંગળવારે એક કિલો ચાંદીનો દર 66,980 રૂપિયા રહ્યો હતો. જ્યારે સોમવારે તે ભાવ 67,790 રૂપિયા હતો. આ સપ્તાહના શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જે હજી સુધી યથાવત છે.

ABOUT THE AUTHOR

...view details