- સોનાની (Gold) ખરીદી કરનારા લોકો માટે આજે સારા સમાચાર આવ્યા
- સોનાની કિંમતમાં (Gold Price) ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે
- આજે (બુધવારે) સોનાની કિંમતમાં ખાસ ડિમાન્ડ નથી જોવા મળી
નવી દિલ્હીઃ સોનાની (Gold) ખરીદી કરનારા લોકો માટે આજે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, સોનાની કિંમતોમાં (Gold Price) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે (બુધવારે) ભારતમાં વાયદા બજાર (Indian Future Market)માં અત્યારે કમજોર વલણ જોવા મળતા સોનું સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના વાયદા 47,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી વાયદા 0.34 ટકા વધીને 68,145 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયું છે.
આ પણ વાંચો-IPO: 9 ઓગસ્ટે કાર ટ્રેડનો IPO ખૂલશે, જાણો પ્રાઈઝ બેન્ડ
છેલ્લા સત્રમાં સોનામાં (Gold) 0.48 ટકાનો ઘટાડો આવ્યો હતો. જ્યારે ચાંદીમાં (Silver) 0.1 ટકાનો ઘટાડો આવ્યો હતો. વૈશ્વિક બજારોમાં (Global Market) સોનાની કિંમત (Gold Price) સપાટ રહી હતી. જોકે, સોનું 1,809.21 ડોલર પ્રતિ ઔંસ પર હતું. જ્યારે ચાંદી 0.2 ટકા ઘટીને 25.50 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. વિશ્વના સૌથી મોટા સ્વર્ણ-સમર્થિત-એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ SPDR ગોલ્ડ ટ્રસ્ટની હોલ્ડિંગ (SPDR Gold Trust) મંગળવારે 0.2 ટકા ઘટીને 1,027.97 ટન થઈ ગઈ છે, જે સોમવારે 1,029.71 ટન હતી.
આ પણ વાંચો-આજે સતત 18મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો ક્યાં શું ભાવ છે?