- સોનુ અને ચાંદી પોતાના અનેક મહિનાઓના નીચલા સ્તર પર આવી ગયું
- શરૂઆતી વેપારમાં MCX પર સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 45,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું
- ચાંદી આજે 1 ટકા ઘટીને 59,427 રૂપિયા પ્રતિકિલો પર આવી ગઈ છે
નવી દિલ્હીઃ મજબૂત ડોલરે ફરી એક વાર બુલિયન માર્કેટને દબાણમાં લાવી દીધું છે. સોનું-ચાંદી પોતાના અનેક મહિનાઓના નીચલા સ્તર પર આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ચાલને જોતે ઘરેલુ બજારમાં પણ બંને ધાતુમાં ઘટાડો આવ્યો છે. જો એક વાર રૂપિયા પર નજર કરીએ તો, શરૂઆતી વેપારમાં રૂપિયો અમેરિકી ડોલરની સરખામણીમાં 34 પૈસા નીચે ગગડીને 73.82 પર પહોંચ્યો હતો. આજે શરૂઆતી વેપારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 45,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું. જ્યારે ચાંદી આજે 1 ટકા ઘટીને 59,427 રૂપિયા પ્રતિકિલો પર આવી ગઈ છે.
આ પણ વાંચો-આજે સતત 15મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?
ગોલ્ડની આંતરરાષ્ટ્રીય સ્પોટ પ્રાઈઝમાં 0.1 ટકાનો ઘટાડો આવ્યો
આ સપ્તાહે US ફેડરલ રિઝર્વ બેન્કની બેઠક યોજાશે, જેના પર રોકાણકારોની નજર છે. આજે ગોલ્ડની આંતરરાષ્ટ્રીય સ્પોટ પ્રાઈઝમાં 0.1 ટકાનો ઘટાડો આવ્યો હતો અને આ 1,752.66 ડોલર પ્રતિ ઔંસ સુધી હતી. એક વેબસાઈટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમાયાનુસાર સવારે 11.04 વાગ્યા પર MCX પર સોનામાં 0.21 ટકાની તેજી નોંધાઈ રહી હતી અને ધાતુ 1,750.50 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. જ્યારે ચાંદી 0.14 ટકા ઘટી ગઈ હતી અને આ 22.34 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતી.
આ પણ વાંચો-સપ્તાહના પહેલા જ દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 347 પોઈન્ટ તૂટ્યો
IBJAના દર
જો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લી અપડેટ સાથે આજે સોના-ચાંદીની કિંમત આ રીતે છે (આ કિંમત પ્રતિ ગ્રામ પર GST વગર છે)
999 (પ્યોરિટી)- 46,310
995- 46,125