ગુજરાત

gujarat

ETV Bharat / business

આગામી સમયમાં સોનું 50,000ની સપાટીએ પહોંચવાની શક્યતા, કોરોના સંકટના કારણે રોકાણકારોની પસંદગીની ધાતુ - સોનાના ભાવમાં વધારો

મલ્ટિ કોમોડિટી એક્સચેંજ એટલે કે MCX પર સોનાનો પાછલા સત્રની સરખામણીએ 318 રૂપિયા એટલેકે 0.68 ટકાના વધારા સાથે 10 ગ્રામ દીઠ 47028 રૂપિયા પર કારોબાર થઇ રહ્યો હતો, જ્યારે તે પહેલાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 47099 સુધી વધ્યો હતો, જે અત્યાર સુધીનો તેનો ઉચ્ચતમ સ્તર હતો.

રોકાણકારોની પસંદગીની ધાતુ
રોકાણકારોની પસંદગીની ધાતુ

By

Published : Apr 16, 2020, 4:57 PM IST

મુંબઇ: કોરોનાના કહેર વચ્ચે, પીળી ધાતુ સતત મંદીના ડરથી વધી રહી છે. ગુરુવારે ભારતીય વાયદા બજારમાં સોનાનો ભાવ પ્રથમ વખત 10 ગ્રામ દીઠ 47000 રૂપિયાને પાર કરી ગયો છે. વૈશ્વિક બજારમાં સોનાના ઝડપી ઉછાળાને પગલે સ્થાનિક બજારમાં સોનું ફરી એક નવી ઉંચી સપાટીએ પહોંચી ગયું છે.

દેશવ્યાપી લોકડાઉનને કારણે સ્થાનિક માર્કેટ બંધ છે, પરંતુ વાયદા બજારમાં સોનું સતત નવી ટોચને સ્પર્શી રહ્યું છે.

બપોરે 01.18 વાગ્યે, મલ્ટિ કોમોડિટી એક્સચેંજ એટલે કે MCX પર સોનાનો પાછલા સત્રની સરખામણીએ 318 રૂપિયા એટલેકે 0.68 ટકાના વધારા સાથે 10 ગ્રામ દીઠ 47028 રૂપિયા પર કારોબાર થઇ રહ્યો હતો, જ્યારે તે પહેલાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 47099 સુધી વધ્યો હતો, જે અત્યાર સુધીનો તેનો ઉચ્ચતમ સ્તર હતો.

કોમોડિટી માર્કેટના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોરોનાના કહેરના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીને લીધે સોનું રોકાણકારોનું રોકાણ માટેનું પસંદગીની ધાતું છે. આથી આ ધાતુઓના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

કોરોના વાઇરસ સંકટ વચ્ચે વૈશ્વિક નાણાકીય બજારોમાં અનિશ્ચિતતાને કારણે ટૂંક સમયમાં MCX પર સોનાના ભાવ રૂપિયા 49,000 - 50,000 ની સપાટીએ પહોંચવાની ધારણા છે.

ABOUT THE AUTHOR

...view details