- સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સોનાની કિંમતોમાં ફરી તેજી
- ઘરેલુ બજારમાં મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 52 રૂપિયાનો ઉછાળો આવ્યો
- સપ્ટેમ્બર સિલ્વરમાં 152 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. તો ચાંદી 63,655 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચ્યું
ન્યૂઝ ડેસ્કઃ છેલ્લા વેપારી સત્ર બંધ થવા સુધી સ્થાનિક બજારમાં પણ સોનામાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. ઘરેલુ બજારમાં મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 52 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને આ 47,258 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. સપ્ટેમ્બર સિલ્વરમાં 152 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. તો ચાંદી 63,655 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચ્યું છે.
આ પણ વાંચો-HDFC બેન્ક નવા ક્રેડિટ કાર્ડ વેચી શકશે, RBIએ અંશતઃ પ્રતિબંધ હટાવ્યો
MCXમાં ગોલ્ડમાં 0.13 ટકાનો ઉછાળો જોવા મળ્યો
સોનાની વર્તમાન કિંમતમાં પણ 52 રૂપિયાનો ઉછાલો જોવા મળ્યો હતો અને કિંમત 47,440 રૂપિયા પ્રતિ 10 નોંધાઈ છે. સોનાની આંતરરાષ્ટ્રીય સ્પોટ પ્રાઈસમાં 3.25 ડોલર ઉછાળો આવ્યો છે અને કિંમત 1,816.7 ડોલર પ્રતિ ઔંસ નોંધવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર સવારે 11.11 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.13 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને ધાતુ 1,788.66 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કીર રહ્યો હતો. તો ચાંદી પણ 0.27 ટકાનો વધારાની સાથે 23.74 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહી હતી.
આ પણ વાંચો-LPG Gas Cylinder Price: ભોપાલમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો
IBJAના દર
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લી અપડેટ સાથે આજે સોનાની કિંમત આ પ્રમાણે છે. (આ તમામ કિંમત GST વગર છે)