નવી દિલ્હી: સિગારેટ કંપની ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા(Cigarette company Godfrey Philips India)એ ગઇકાલે સોમવારે શરદ અગ્રવાલની મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકેની નિમણૂક(Appointment of Sharad Agarwal as new CEO)ની જાહેરાત કરી હતી. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, અગ્રવાલ ભીષ્મ વઢેરાની જગ્યા લેશે. વઢેરાએ 26 ડિસેમ્બર, 2021 ના રોજ પદ છોડ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે, સલાહકાર તરીકે સંસ્થાને માર્ગદર્શન આપતા રહેશે.
શરદ અગ્રવાલની CEO તરીકે નિયુક્તિ કરવામાં આવી
16 સપ્ટેમ્બર, 2021ના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક(Meeting of Board of Directors)માં આ જવાબદારી માટે અગ્રવાલની પસંદગી કરવામાં આવી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બીના મોદી(Bina Modi chairman and managing director of the company)એ કહ્યું કે, અગ્રવાલે પ્રેરણાદાયી નેતૃત્વ પ્રદાન કરવાની ભૂમિકામાં પોતાને શ્રેષ્ઠ સાબિત કર્યા છે અને તેમણે સંસ્થામાં પણ ઘણા ફેરફારો કર્યા છે. ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા એ મોદી એન્ટરપ્રાઇઝની મુખ્ય કંપની(main company of Godfrey Philips India Modi Enterprise) છે અને તેની મુખ્ય બ્રાન્ડ્સમાં ફોર સ્ક્વેર્સ(Four Squares), રેડ એન્ડ વ્હાઇટ(Red and white) અને કેવેન્ડર્સ(Cavenders)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ ફોટોગ્રાફીના છે શોખીન, જૂઓ તેના ફોટોઝ....
આ પણ વાંચો :Twitter New CEO : ભારતીય મૂળ પરાગ અગ્રવાલ બનશે CEO, જેક ડોર્સીએ આપ્યું રાજીનામું