ગુજરાત

gujarat

ETV Bharat / business

વધુ એક વૈશ્વિક કંપનીનું રિલાયન્સ રિટેલમાં રોકાણ, જાણો કઈ કંપનીએ ખરીદ્યો હિસ્સો - General Atlantic to invest Rs 3,675 cr in Reliance Retail

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના રિટેલ વ્યાપાર એકમમાં રિલાયન્સ રિટેલમાં હિસ્સાના વેચાણનો સિલસિલો હજી શરૂ છે. હજી વધુ એક વૈશ્વિક કંપની રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવા માટે આગળ આવી છે.

reliance
reliance

By

Published : Sep 30, 2020, 10:11 AM IST

મુંબઈઃ વૈશ્વિક ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટિકએ રિલાયન્સ રિટેલમાં 0.84 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ હિસ્સો ખરિદવા માટે જનરલ એટલાન્ટિક કંપનીએ 3675 કરોડ રૂપિયા ચુકવ્યાં છે. આ અંગે બુધવારે રિલાયન્સ તરફથી જાણકારી આપવામાં આવી હતી.

જનરલ એટલાન્ટિક આ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ટેલકોમ એકમ Jio માં પણ રોકાણ કરી ચુકી છે. 2020ની શરૂઆતમાં જનરલ એટલાન્ટિકે રિલાયન્સ જીયોમાં 6595.3 કરોડનું રોકાણ કર્યું હતું.

રિલાયન્સ રિટેલનો કારોબાર છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપથી વિકસ્યો છે. કંપનીનો દાવો છે કે, દેશભરમાં તેની પાસે લગભગ 12000 સ્ટોર્સ છે. કંપનીના જણાવ્યા અનુસાર, દરરોજ લાખો લોકોને રિલાયન્સ રિટેલની સેવા આપવામાં આવી રહી છે અને લાખો ખેડુતો અને નાના અને મધ્યમ એકમોને રોજગાર મળ્યો છે. રિલાયન્સ રિટેલમાં આ નવા રોકાણ બાદ શેરબજારમાં આજે રિલાયન્સ ઉદ્યોગના શેરમાં ખરીદીની સંભાવના છે.

જનરલ એટલાન્ટિક વૈશ્વિક ગ્રોથ ઇક્વિટી પેઢી છે અને છેલ્લા 40 વર્ષથી ટેકનોલોજી, ગ્રાહક, નાણાકીય સેવાઓ અને આરોગ્ય સંભાળ સંબંધિત કંપનીઓમાં રોકાણ કરે છે.

ABOUT THE AUTHOR

...view details