ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતે નાણાકીય ખોટને કાબુમાં રાખવી જરૂરી છે: ગીતા ગોપીનાથ - ભારતનો આર્થિક વૃદ્ધી દર

નવી દિલ્હી: IMFએ મંગળવારે પોતાનો તાજેતરનો વિશ્વનો આર્થિક અહેવાલ રજૂ કર્યો. જેમાં ભારતનો આર્થિક વૃદ્ધી દર 2019માં 6.1 ટકા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જોકે, એમને આશા છે કે 2020માં સુધારો થશે અને ત્યારે દેશનો આર્થિક વૃદ્ધી દર 7 ટકા રહીં શકે છે.

ગીતા ગોપીનાથ

By

Published : Oct 16, 2019, 6:22 PM IST

આઈએમએફની મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપનાથે કહ્યું કે, મહેસુલના મોરચે આશાવાદી વલણ હોવા છતાં, ભારત માટે નાણાકીય ખાદ્યને નિયંત્રણમાં રાખવી જરૂરી છે.

IMFએ મંગળવારે પોતાનો તાજેતરનો વિશ્વનો આર્થિક દૃશ્ય અહેવાલ રજૂ કર્યો જેમાં ભારતનો આર્થિક વૃદ્ધી દર 2019માં 6.1 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જોકે, એમને આશા છે કે 2020માં સુધારો થશે અને ત્યારે દેશનો આર્થિક વૃદ્ધી દર 7 ટકા રહીં શકે છે.

ગોપીનાથે કહ્યું કે, નોન-બેંકિંગ નાણાકીય ક્ષેત્રની નબળાઇ અને ગ્રાહકો તથા નાના અને મધ્યમ એકમોની લોન લેવાની ક્ષમતાને કારણે ભારતના આર્થિક વિકાસ દરને અસર પહોંચી છે.

ગોપીનાથે પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું કે, આ મુશ્કેલીઓને દુર કરવા માટે યોગ્ય પગલાં ભરવાં જોઈએ. એમણે આર્થિક પડકારો દૂર કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રસંશા કરતા કહ્યું કે, આર્થિક મોર્ચા પર હજૂ ઘણુ બધુ કરવાની જરૂર છે.

ગોપીનાથે કહ્યું કે, આમાં વેપારી બેન્કોની ખાતાવહીને સુધારવી મુખ્ય છે. અમારૂં અનુમાન છે કે 2020માં સ્થિતીમાં સુધારો આવશે અને ભારતનો આર્થિક વૃદ્ધી દર 7 ટકા સુધી રહીં શકે છે.

ABOUT THE AUTHOR

...view details