ગુજરાત

gujarat

ETV Bharat / business

ગારમેન્ટ નિકાસકારોએ નમૂનાના એકમો ખોલવા વડાપ્રધાન પાસે માગી મંજૂરી - કોરોના વાઈરસ ન્યૂઝ

તિરુપુર એક્સપોર્ટર એસોસિએશનના વડાએ વડાપ્રધાને વિનંતી કરી છે કે, એકમ ખોલવાની પરવાનગી આપે. કારણ કે, હરીફ દેશમાં પહેલાથી જ એકમો શરૂ થઈ ચૂક્યા છે. જો હવે આ કામમાં મોડુ કરવામાં આવશે તો લોકોને રોજગારી ગુમાવવાનો સમય આવશે.

Garment export
Garment export

By

Published : Apr 12, 2020, 9:58 AM IST

કોઈમ્બતુર: તિરુપુર એક્સપોર્ટર એસોસિએશન (TEA) એ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે નમૂનાઓ તૈયાર કરવા માટે 50 થી ઓછા કામદારો ધરાવતા નમૂનાઓ એકમો શરૂ કરવા અને તૈયારી પ્રક્રિયા એકમો ખોલવા તરફ પગલા લે અને અમને પણ પરવાનગી આપે.

તિરૂપુર નીટવેર ક્લસ્ટર વાર્ષિક 26,000 કરોડના નિટવેરના વસ્ત્રોની નિકાસ કરે છે અને છ લાખ કામદારોને સીધી અને બે લાખ કામદારોને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે.

TEAએ પ્રમુખ રાજાએ જણાવ્યું હતું કે, "અમે એ મુદ્દાને આગળ વધારવા માગીશું કે ચીન, બાંગ્લાદેશ, વિયેટનામ, કંબોડિયા અને પાકિસ્તાન જેવા અમારા હરીફ દેશોએ પહેલેથી જ કાર્ય શરૂ કરી દીધું છે અને યુરોપિયન યુનિયન, યુકે અને યુએસના નાના સ્ટોર્સ ખરીદદારોને વસ્ત્રો સપ્લાય કરી રહ્યા છે." એમ શનમુગમે વડા પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું.

આ નિર્ણાયક સમયગાળામાં (લોકડાઉનને ધ્યાનમાં રાખીને), નમૂના તૈયાર કરવા માટે 50થી ઓછા કામદારો ધરાવતા નમૂનાઓ એકમો ખોલવાનું અને અન્ય કામમાં એટલે કે, ગૂંથેલા અને રંગાયેલા પ્રિપરેટરી પ્રોસેસિંગ યુનિટ્સ ખોલવાની મંજૂરી આપવી જરૂરી હોવાનું જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, કોવિડ -19 જોખમના પગલે સામાજિક અંતર અને માસ્ક, જીવાણુનાશકો પૂરા પાડ્યા પછી તબક્કાવાર રીતે આ એકમોનું સંચાલન કરી શકાય છે.

નમૂનાની તૈયારી શરૂ કરવા માટે પરવાનગી આપવામાં વિલંબ થવાથી તિરુપુર ક્લસ્ટર પર વિપરીત અસર થાય તેવી આશંકા વ્યક્ત કરતાં TEAના વડાએ જણાવ્યું હતું કે, આ ક્લસ્ટર બીજા છ મહિના સુધી સ્થગિત રહેશે તો પરિણામે મોટી સંખ્યામાં કામદારોને રોજગાર ગુમાવવો પડશે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ટીઇએ વડાપ્રધાનને પ્રાધાન્યતાના આધારે નમૂનાના એકમો ફરીથી ખોલવાની સલાહ આપવા અને તિરૂપુર ક્લસ્ટરોને સુરક્ષિત રાખવા વિનંતી કરી શકતા હોવાનું સનમુગમે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details